ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ગુજરાત સરકારના એમેઝોન ગ્લોબલ સેલિંગના માધ્યમથી પોતાની નિકાસને વધારવા માટેના એમેઝોન સાથે કરાર બાબતે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ ટીકા કરી છે. ગુજરાત સરકારે આ કાનૂનની નજરમાં અપરાધી કંપની સાથે હાથ મિલાવ્યો છે. તેથી ગુજરાત સહિત દેશભરના વ્યાપારીઓ પોતે છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે. આ કરારનો કેટ વિરોધ કરશે અને ૯મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ નૅશનલ ટ્રેડ લીડર્સની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે. બેઠકમાં ઈ- કૉમર્સ હલ્લા બોલ નામે રાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરાશે અને રણનીતિને અંતિમ રૂપ આપવા માટે દરેક રાજ્યના વેપારી નેતાઓ ભાગ લેશે તેવી જાણકારી કેટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે આપી હતી.
એક તરફ કેન્દ્ર સરકારનું વૈધાનિક નિકાય ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ અને પ્રવર્તન નિદેશનાલય એમેઝોન વિરુદ્ધ પ્રતિસ્પર્ધા વિરોધી પ્રથાઓમાં સામેલ થવા માટે તપાસ કરે છે. જેમાં ઈ-કૉમર્સ અને ફેમાના નિયમોના ઉલ્લંઘનનો સમાવેશ છે. બીજી બાજુ ગુજરાત સરકારે એમેઝોનના માધ્યમથી પોતાનાં ઉત્પાદનોનું વેચાણ વધારવા એમેઝોન જોડે કરાર કર્યા છે.
ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે આમ કરવાથી એમેઝોન ગુજરાતનાં ઉત્પાદનોને આકર્ષક રૂપ આપી રહી છે. શું ગુજરાતના મુખ્ય મંત્રીએ નિર્ણય લેતાં પહેલાં એમેઝોન પર લાગેલા વિવિધ આરોપને જોયા છે? આ નિર્ણય લેતાં પહેલાં કેન્દ્ર સરકારની સલાહ લીધી હતી?
રૂપાણીએ દેશને આર્થિક ગુલામ બનાવનારી ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે હાથ મિલાવવા જેવું કામ કર્યું છે એવી ટીકા કેટના વાઇસ ચૅરમૅન દિલીપ માહેશ્વરીએ કરી હતી.
નોર્ધન એલાયન્સનું મોટું એલાન : ‘તાલિબાન સરકાર ગેરમાન્ય, અમે અમારી સરકારની ઘોષણા કરીશું'