News Continuous Bureau | Mumbai
સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના(South East Central Railway) નાગપુર ડિવિઝનમાં(Nagpur Division), નોન-ઈન્ટરલોકિંગ(Non-interlocking) કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં, રાજનાંદગાંવ-કલમાના(Rajnandgaon-Kalma) ત્રીજી લાઇનના કામના સંબંધમાં કચેવાની સ્ટેશન પર MACLS સાથે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની(electronic interlocking) સ્થાપના માટે બિન-ઇન્ટરલોકિંગ કાર્ય(Non-interlocking function) હાથ ધરવામાં આવશે. જેને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે.
મહત્વનું છે કે આટલી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ(Train cancellation) થવાના કારણે કેટલાક દિવસો સુધી મુસાફરોને ભારે અગવડનો સામનો કરવો પડી શકે છે. એટલે મુસાફરી કરતા પહેલા લિસ્ટ ચેક કરો..
રદ્દ ટ્રેનોની યાદી નીચે મુજબ છે.
આ સમાચાર પણ વાંચો : વૈશ્વિક ફલક પર ગુંજશે ગુજરાતના ગરબા યુનેસ્કોની આ લિસ્ટમાં થઈ શકે છે સામેલ-જાણો સમગ્ર વિગત
1. ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ(Ahmedabad-Howrah Superfast Express) – 5મી સપ્ટેમ્બર, 2022 સુધી.
2. ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ – 4 સપ્ટેમ્બર, 2022 સુધી.
3. ટ્રેન નંબર 13426 સુરત-માલદા ટાઉન એક્સપ્રેસ – 5મી સપ્ટેમ્બર, 2022ના રોજ.
4. ટ્રેન નંબર 13425 માલદા ટાઉન – સુરત એક્સપ્રેસ – 3જી સપ્ટેમ્બર, 2022ના રોજ.
5. ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ – 31મી ઓગસ્ટ, 2022ના રોજ.
6. ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ – 3જી સપ્ટેમ્બર, 2022ના રોજ.
7. ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ – 4 સપ્ટેમ્બર, 2022ના રોજ.
8. ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ – 6 સપ્ટેમ્બર, 2022ના રોજ.
9. ટ્રેન નંબર 12905 પોરબંદર – શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ – 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બર, 2022ના રોજ.
10. ટ્રેન નંબર 12906 શાલીમાર – પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ- 2જી અને 3જી સપ્ટેમ્બર, 2022ના રોજ
11. ટ્રેન નંબર 20845 બિલાસપુર – બિકાનેર સુપરફાસ્ટ એક્સપ્રેસ- 1લી અને 3જી સપ્ટેમ્બર, 2022ના રોજ.
12. ટ્રેન નંબર 20846 બિકાનેર-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ- 4થી અને છઠી સપ્ટેમ્બર, 2022ના રોજ
13. ટ્રેન નંબર 20843 બિલાસપુર – ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસ – 5મી સપ્ટેમ્બર, 2022ના રોજ.
14. ટ્રેન નંબર 20844 ભગત કી કોઠી – બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ – 3જી અને 8મી સપ્ટેમ્બર, 2022ના રોજ.