186
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
પૃથ્વી પર રહેતી ઘણી પ્રજાતિઓ સમય જતાં લુપ્ત થઈ રહી છે. આ સ્થિતિને અમુક અંશે ટાળવા માટે દરેક દેશે તેમના ક્ષેત્રની અંદર લુપ્તપ્રાય જાતિના રક્ષણ માટે કડક પગલાં લીધાં છે. આ પ્રવૃત્તિઓ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી. દેશની આઝાદી પછી ભારત સરકારે રાષ્ટ્રીય ઉદ્યાનો સ્થાપવાનું શરૂ કર્યું. એનો ભાગ ગુજરાતનો બ્લૅક બક નૅશનલ પાર્ક છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1976માં ઝડપથી હરણને લુપ્ત થતાં અટકાવવાના હેતુથી કરવામાં આવી હતી.
હાલ સોશિયલ મીડિયા પર હરણનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લગભગ ત્રણ હજાર હરણ એકસાથે રસ્તો ઓળંગતાં નજરે પડે છે. આ નજારો ગુજરાતના ભાવનગરના વેળાવદર નજીક આવેલા રાષ્ટ્રીય કાળિયાર અભયારણ્યનો છે, જ્યાં 7 હજાર 500થી પણ વધુ હરણ વસવાટ કરે છે.
તમે પણ જુઓ આ અદ્ભુત નજારો…
You Might Be Interested In