ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
એક તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રકોપને કારણે લોકો હેરાન પરેશાન છે ત્યારે બીજી તરફ એડમિનિસ્ટ્રેટિવ કાર્યવાહીમાં વધુ સમય લાગવાને કારણે અનેક મેડિકલ ઉપકરણો આવવામાં સમય લાગે છે. આ પરિસ્થિતિમાં લોકોને સ્વાસ્થ્ય સંદર્ભેની ફેસીલીટી લેટ મળે છે.
આવો જ એક કિસ્સો હિગોલી ખાતે બન્યો છે. અહીં લોકોને રેમડેસિવર ઈન્જેક્શનની સખત જરૂર છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં નથી આવતા. એડમિનિસ્ટ્રેટિવ કારણોથી આ પૈસા કંપનીને નથી પહોંચી રહ્યા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સ્થાનિક ધારાસભ્ય વિનાયક બાગરે પરિસ્થિતિથી કંટાળીને પોતાની નેવું લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ તોડી નાખી અને કંપનીને પૈસા ચૂકવી દીધા.
સારા સમાચાર : આખી દુનિયામાં કોરોના ને કારણે સૌથી ઓછો મૃત્યુદર મુંબઈનો છે.
હવે આવનાર દિવસમાં હિગોલી માં 10000 ઈન્જેકશન ઝડપથી ઉપલબ્ધ થઈ જશે. આમ મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય એ સારો દાખલો પ્રસ્તુત કર્યો છે.
