ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી સરકારી બસમાં જે મુસાફરો પાસે કોરોના રિપોર્ટ નહીં હોય તેમેન ગુજરાતની હદમાં નહી પ્રવેશવા દેવાય.
આ ઉપરાંત ખાનગી બસો તથા ખાનગી વાહનોમાં પણ જેમેનો કોરોના રિપોર્ટ નહીં હોય તેમને પણ આ નિયમ લાગુ પડશે.
આ આદેશના પગલે નિઝરની વાંકા ચોકડી પર મહારાષ્ટ્રમાંથી આવતી તમામ સરકારી બસ, ખાનગી બસ, ખાનગી વાહનોમાં ચેંકિંગ હાથ ધરાયું છે.