ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
29 ઓગસ્ટ 2020
ધારાવીની ગણના એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટીમાં થાય છે. છેલ્લા 16-17 વર્ષ થી ધારાવીના વિકાસની વાતો થતી રહી છે. કેટલી સરકારો આવી અને ગઈ પરંતુ વિકાસ થયો નથી. હવે 2 વર્ષ પહેલા અપાયેલો પુનર્વિકાસ પ્રોજેક્ટમાં પણ વિલંબ થવાનો છે. કારણ કે સરકાર નવા ટેન્ડરને રદ્દ કરવાની યોજના ધરાવે છે. શુક્રવારે રાજ્યના મુખ્ય સચિવ સંજય કુમારે ટેન્ડર રદ કરવાની પુષ્ટિ કરી છે. કુમારે જણાવ્યું હતું કે, અમે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓથોરિટી માટે નવા ટેન્ડર મંગાવવાનો નિર્દેશ આપ્યો છે.
નોંધનીય છે કે ગત નવેમ્બર 2018 માં, તે સમયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સરકારે ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ માટે નવા મોડેલને મંજૂરી આપી દીધી હતી. પરંતુ, ગુરુવારે સચિવોની સમિતિએ હાલના ટેન્ડરને ભંગ કરીને નવું બનાવવાનું નક્કી કર્યા બાદ ધારવી પુનર્વિકાસ યોજના ટલ્લે ચઢી ગઈ છે.
રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પ્રથમ ટેન્ડર ગત વર્ષે જાન્યુઆરીમાં દુબઈ સ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સેક્લિંક ટેક્નોલોજીસ કોર્પોરેશનને આપવામાં આવ્યું હતું, પરંતુ માટુંગામાં રેલ્વેની જમીનના પ્લોટના સંપાદનને કારણે તે અટકી પડ્યું હતું. સેકલિંકના અધ્યક્ષએ જણાવ્યું હતું કે તેઓ કોર્ટમાં ટેન્ડર રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારશે. ટેન્ડર રદ કરવા માટે જે કારણો આપવામાં આવ્યા છે તે વિચારવા લાયક છે. કારણ કે જમીનની ડીલ કેવી રીતે હાથ ધરવામાં આવશે તેના પર પ્રી-બિડ સ્ટેજથી જ કરાર થયો હતો. આ ઉપરાંત, આ પ્રોજેક્ટને પડતર રાખવાનો નિર્ણય લેવાને કારણે છેલ્લાં બે વર્ષમાં અમને લગભગ 3100 કરોડની બેંક ગેરંટી પણ મળી છે.
તત્કાલીન સરકારની મંજૂરી બાદ જ વૈશ્વિક બિડિંગ પ્રક્રિયામાં, સેક્લિંક ટેક્નોલોજીસ કોર્પોરેશન (એસટીસી) 26000 કરોડ રૂપિયાના નવીનીકરણ યોજના માટે રૂ. 7,100 કરોડના સ્પષ્ટ મૂડી રોકાણ માટે પ્રતિબદ્ધ હોવાનું ટોચના બિડર તરીકે ઉભરી આવ્યું છે..
ઉદ્ધવ સરકારના ફેંસલાથી ધારાવીના લોકો રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે બે દાયકા બાદ રીડેવલોપમેન્ટની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે તેને મહારાષ્ટ્ર સરકાર કેમ રદ્દ કરી રહી ચગે એ વાત ધારાવીનાં લોકોને ગળે નથી ઉતરી રહી. આથી અહીં આવેલાં અલગ અલગ રહેવાસી સંગઠનોએ સરકારની વાતનો વિરોધ કરવાનું મન બનાવ્યું છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com