ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
આસામ
18 જુલાઈ 2020
આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ જણાવ્યું કે આજ સુધીમાં એટલે કે 17 જુલાઇ સુધીમાં પૂરને કારણે 30 જિલ્લામાં 76 લોકો મૃત્યુ પામ્યા અને 53,99,017 લોકોને અસરગ્રસ્ત થયાં છે. એએસડીએમએ અહેવાલમાં જણાવાયું છે કે આસામ મા પુરની સ્થિતિ જોતા રાજ્યમાં કુલ 552 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે અને વધુમાં, 2.4 લાખ હેક્ટરથી વધુની કૃષિની જમીનને પણ અસર થઈ છે. જ્યારે 76003 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરાયા છે.
આ અગાઉ રાજ્ય પ્રધાનએ કહ્યું હતું કે ચિરાંગ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પૂરને કારણે ડૂબી ગયા છે. દરમિયાન, પૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડાએ આસામના પૂર અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે રાજ્યની પ્રજાએ પૂર અને કોવિડ -19 રોગચાળો સામે એક જ સમયે લડવું પડ્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે વધુમાં કેન્દ્રને આસામની પરિસ્થિતિ પર "તાત્કાલિક ધ્યાન" આપવાની અને તાત્કાલિક રાહત આપવાની અપીલ કરી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
Join Our WhatsApp Community