Site icon News Continuous Bureau | Mumbai

બ્યુગલ વાગી ગયું- ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ થઇ જાહેર- જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ

News Continuous Bureau | Mumbai

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly election)ની તારીખો જાહેર થવાની રાહ જોવાઈ રહી છે, જેનો અંત આખરે  આજે આવી ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Election commission of India) આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના(morbi bridge collapse) અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

Join Our WhatsApp Channel

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. 

પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કુલ 4 કરોડ 90 લાખ (4,90,89,765) મતદારો નોંધાયા છે. જેમાં 2.5 કરોડ (2,53,36,610) પુરુષ મતદારો અને 2.37 કરોડ (2,37,51,738) મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે. આ સિવાય સર્વિસ ઇલેક્ટર્સ, PWD અને પ્રથમ વખત વોટ કરનારાનો સમાવેશ થાય છે. પ્રથમ વખત વોટ કરનારાની સંખ્યા 4,61,494 છે.

આ સમાચાર પણ વાંચો : ખૂબ જ કામનું / દૂધમાં મિક્સ કરી ખાવો ફક્ત આ એક વસ્તુ, રોકેટની રફ્તારથી ઘટશે ફેટ

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version