News Continuous Bureau | Mumbai
Delhi Dwarka Encounter દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ગુરુવારે પોલીસ અને બદમાશ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. નાર્કોટિક્સ ટીમ દ્વારા કરવામાં આવેલા આ એન્કાઉન્ટરમાં હિમાંશુ ભાઉ ગેંગના શૂટર ને પકડવામાં આવ્યો છે, જેના પગમાં ગોળી વાગી છે. આ પકડાયેલો બદમાશ 25,000 રૂપિયાનું ઇનામ ધરાવતો ખુંખાર અપરાધી છે, જેણે 2020માં હરિયાણા પોલીસના એક કોન્સ્ટેબલને પણ ગોળી મારી હતી.એન્કાઉન્ટર દરમિયાન એન્ટી નાર્કોટિક્સ સેલના એક હેડ કોન્સ્ટેબલ નો આબાદ બચાવ થયો હતો, કારણ કે આરોપી દ્વારા ચલાવવામાં આવેલી ગોળી તેમની બુલેટ પ્રૂફ જેકેટમાં વાગી હતી.
શું છે સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, 28 ઓક્ટોબર, 2025ના રોજ 4 લોકોએ એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. આ કેસમાં તપાસ દરમિયાન ભાઉ ગેંગની સંડોવણી જાણવા મળી હતી.
આ કેસમાં 4 આરોપીઓની અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 2 મુખ્ય શૂટર ફરાર હતા, જેમાંથી એક આ અપરાધી હતો.
દિલ્હી પોલીસે દરેક આરોપી પર 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Injection Killer: નર્સિંગ સ્ટાફનો ધ્રુજાવી દેનારો ગુનો: ઇન્જેક્શન આપીને હત્યા કરનાર મેલ નર્સની ધરપકડ, મોટું ષડયંત્ર
એન્કાઉન્ટર કેવી રીતે થયું?
પોલીસે જણાવ્યું કે ગુરુવારે એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારકાની ટીમને માહિતી મળી કે આરોપી નજફગઢના સાંઈ બાબા મંદિર પાસે આવવાનો છે.
પોલીસ પાર્ટીએ સાંઈ બાબા મંદિર પાસે બસ સ્ટેન્ડ નજીક જાળ બિછાવી.
સવારે લગભગ 8:05 વાગ્યે આરોપી બાઇક પર આવ્યો, અને પોલીસ પાર્ટીએ તેને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું.
એક ગોળી હેડ કોન્સ્ટેબલ ની બુલેટ પ્રૂફ જેકેટમાં વાગી.
ત્યારબાદ પોલીસે પણ સુરક્ષા માટે વળતું ફાયરિંગ કર્યું, જેમાં એક ગોળી આરોપી ના જમણા પગમાં વાગી અને તે ઘાયલ થયો.
