ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર
પંજાબમાં કેજરીવાલે દર મહિને મહિલાઓને ૧૦૦૦ રુપિયા આપવાનો વાયદો કર્યો હતો અને તેની સામે સિધ્ધુએ સવાલ કર્યો હતો કે, દિલ્હીમાં કેટલી મહિલાઓને આ રકમ આપવામાં આવી રહી છે? દિલ્હીમાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિધ્ધુએ સીએમ કેજરીવાલના ઘરની બહાર ધરણા શરુ કર્યા છે. દિલ્હીમાં શિક્ષકોની નિમણૂંકને લઈને ચાલી રહેલા આંદોલનમાં હવે સિધ્ધુ જાેડાઈ ગયા છે.
સિધ્ધુએ કેજરીવાલને પડકાર ફેંક્યો છે કે, તાકાત હોય તો મારા સવાલના જવાબ આપો. સિધ્ધુએ આ પહેલા કેજરીવાલે પંજાબમાં યોજાનારી ચૂંટણી માટે કરેલા વાયદાઓનો જવાબ આપતા કહ્યુ હતુ કે, જે લોકો પોતે કાચના ઘરમાં રહેતા હોય તેમણે બીજના ઘરો પર પથ્થર ના ફેંકવા જાેઈએ.કેજરીવાલ પંજાબમાં શિક્ષકોને નોકરીઓ આપવાનો વાયદો કરી રહ્યા છે પણ દિ્હીમાં તેમણે કેટલા શિક્ષકોને કાયમી નોકરી આપી છે?
દેશમાં ૫૦ ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે. સ્વાસ્થ્ય મંત્રી નો દાવો. જાણો આંકડા અહીં…