ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર
પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે ઉકેલ આવી ગયો છે.
પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે પાર્ટી નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને રાજીનામું પાછું ખેંચી લીધું.
એટલે કે હવે તેઓ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે તેમની ફરજો ચાલુ રાખશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, મેં મારી બધી ચિંતાઓ રાહુલ ગાંધી સાથે શેર કરી. બધુ બરાબર રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બરના રોજ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે તેમનું રાજીનામું પાર્ટી નેતૃત્વ દ્વારા સ્વીકારવામાં આવ્યું ન હતું
ઇંધણના ભાવ ભડકે બળ્યા, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલટાઇમ હાઇ; મુંબઈમાં પેટ્રોલ 110ને પાર