News Continuous Bureau | Mumbai
આંતર-રાજ્ય ડ્રગ ટ્રાફિકનો(Inter-state drug trafficking) વધુ એક કેસ સોલ્વ કરવામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) મોટી સફળતા મળી છે. NCB મુંબઈએ 30મી જૂન, 2022 ના રોજ 54 કિલો ગાંજો જપ્ત કર્યો છે. આ પ્રતિબંધિત ગાંજો(Marijuana) ઓડિશાના(Odisha) ગંજમ જિલ્લાથી(Ganjam district) આવ્યો હતો, જે મુંબઈ, સુરત અને અન્ય આસપાસના વિસ્તારોમાં પેડલર્સને(drug Peddlers) વધુ વિતરણ માટે આપવામાં આવવાનો હતો.
એજન્સી એક ગુપ્ત માહિતીને આધારે કામ કરી રહી હતી જેમાં આંતર-રાજ્ય સિન્ડિકેટ શહેરમાં(syndicate city) ઉચ્ચ ગુણવત્તાની ગાંજાના સપ્લાય માટે કાવતરું કરી રહી હોવાનું જણાયું હતું. આ સિન્ડિકેટે સ્થાનિક ડ્રગ પેડલર્સને તાત્કાલિક ગાંજોનો પુરવઠા કરવાનું આયોજન કરી હતી, જેમાં એજન્સીઓ આ ગાંજો જપ્ત કરવામાં અને કાવતરાનો પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી.
મળેલી ટીપને આધારે ગુપ્તચરનું નેટવર્ક વધારવામાં આવ્યું હતું. ત્યારબાદ મળેલા ઇનપુટને આધારે ડ્રગ્સ કયારે અને શેમાં અને ક્યાં આવવાનું છે, તેની માહિતી ભેગી કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક ઓપરેશનલ ટીમને(operational team) સોલાપુર-પુણે હાઇવે(Solapur-Pune Highway) પર ગોઠવવામાં આવી હતી સતત ટ્રેકિંગ કર્યા બે લોકો સાથે આવેલી એક ગાડીને પકડી પાડવામાં આવી હતી. વાહનની તલાશી દરમિયાન, વાહનની પાછળની સીટની નીચે બનાવેલા મોટા પોલાણમાં છુપાવેલ 27 બોક્સ મળી આવ્યા હતા. વધુ તપાસ કરતાં, બોક્સમાં કુલ 54 કિલો ગાંજા હોવાનું જણાયું હતું. આ સંદર્ભે, બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ માટે કાર જપ્ત કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : આ તારીખે જુલાઈએ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર- બહુમતી સાબિત કરશે શિંદે સરકાર
Maharashtra | NCB seized 54 kgs high-grade Ganja at Solapur-Pune Highway&arrested 2 people on June 30. The seized contraband, worth Rs 85 Lakhs approx, was sourced from Ganjam, Odisha which was destined for further distribution to peddlers in Mumbai, Surat amp; other adjoining areas pic.twitter.com/IWdyyfZ2WV
— ANI (@ANI) July 1, 2022
પ્રાથમિક તપાસ દરમિયાન, બંનેએ ખુલાસો કર્યો હતો કે આ પ્રતિબંધ સ્થાનિક વેપારીઓને(Local merchants) સપ્લાય કરવા માટે હતો. બંને ઓડિશાના છે. આ વ્યક્તિઓની ઓળખ અનુભવી તસ્કરો તરીકે કરવામાં આવી હતી અને તેઓએ તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત આ પ્રદેશમાં દારૂનો જથ્થો સપ્લાય કર્યો હતો. બંનેએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તેમની પાસે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો અને ગુજરાત, ગોવા વગેરે રાજ્યોમાં ડ્રગ્સનો પુરવઠો(Drug supply) પૂરો પાડવાનો ઓર્ડર હતો.
NCB-મુંબઈએ ગાંજાની જપ્તી સાથે બંને આરોપીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ કરી રહી છે.