ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન જ્યારથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના સકંજામાં આવ્યો છે ત્યારથી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા નવાબ મલિકની રાતની ઊંઘ ઊડી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ દરરોજ સવારના સમયે પ્રેસ-કૉન્ફરન્સ કરે છે અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ચીફ એવા સમીર વાનખેડે પર આરોપો મૂકે છે.
હવે તાજા આરોપો હેઠળ નવાબ મલિકે કહ્યું છે કે સમીર વાનખેડેનું સાચું નામ દાઉદ વાનખેડે છે. આ ઉપરાંત તેમણે ટ્વિટરના માધ્યમથી દાઉદ વાનખેડે નામનું નિકાહપત્ર પણ સાર્વજનિક કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડેની પહેલી પત્ની અને તેના પરિવારને હાલ ધમકીઓ આપવામાં આવી રહી છે.
પોતાના આરોપો સંદર્ભે તેમણે વધુમાં જણાવ્યું છે કે જો તેમના આરોપો ખોટા પડશે તો તેઓ પોતાના પ્રધાનપદ પરથી રાજીનામું આપી દેશે
Photo of a Sweet Couple
Sameer Dawood Wankhede and Dr. Shabana Qureshi pic.twitter.com/kcWAHgagQy— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 27, 2021