391
Join Our WhatsApp Community
દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં કેસને જોતાં દિલ્હી સરકારે 30મી એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે.
રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ આદેશ આજથી જ લાગુ થઈ જશે
જોકે ટ્રાફિક મૂવમેન્ટ પર કોઈ પણ પ્રકારની રોક રહેશે નહીં. રાશન, કરિયાણું, ફળ, શાકભાજી, દૂધ, દવાઓ સંબંધિત દુકાનદારોને ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે.
આ ઉપરાંત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને પણ ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે. આઈડી કાર્ડ દેખાડવા પર પ્રાઈવેટ ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફને પણ છૂટ મળશે.
You Might Be Interested In
