ભારતમાં મહારાષ્ટ્રમાં કોરોના મહામારી કાળો કેર વર્તાવી રહી છે.
જેના પગલે હવે સરકારે ઔરંગાબાદ જિલ્લામાં ૧૧ માર્ચથી સોમથી શુક્ર આંશિક લોકડાઉન અને શનિ-રવિમાં સંપુર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.
જે અંતર્ગત મોલ અને સાપ્તાહિક બજારો બંધ રખાશે. લગ્ન અને અન્ય જાહેર સમારોહને પરવાનગી અપાશે નહીં. રેસ્ટોરન્ટ રાતના ૯ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
હાલ ઔરંગાબાદ જિલ્લામાં રાતના ૧૧થી સવારના ૬ સુધી નાઇટ કરફ્યૂ જારી છે.