ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
23 જુલાઈ 2020
ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ આપ્યા છે કે "શાળા ફરી શરૂ ન થાય ત્યાં સુધી વાલીઓ પાસેથી ફી નહીં માંગી શકાય." હવે ફી ના મળવાના વિરોધમાં ગુજરાતભરની 6000 જેટલી ખાનગી શાળાના સંચાલકોએ તાબડતોડ મિટીંગો કરી ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. આમ સરકાર અને શાળા સંચાલકો વચ્ચે ચાલતી રમતનો અંત આવ્યો છે.
દેશભરમાં લોકડાઉન અને કોરોના ને કારણે લાંબા સમયથી બંધ રહેલી શાળાઓની ફી ઉઘરાવવાના મામલે, રાજ્ય સરકાર અને શાળા સંચાલકો વચ્ચે ચાલતી રમતમાં, વિદ્યાર્થીઓના વાલીઓએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. દરમિયાન હાઈકોર્ટે ગઈકાલે પોતાના ચુકાદામાં કહ્યું કે, "જ્યાં સુધી શાળા ન ખૂલે ત્યાં સુધી વાલીઓ પાસેથી સ્કૂલ ફી માંગી શકશે નહીં અને જો કોઈ સ્કૂલ ફી ઉઘરાવતી જણાશે તો, જિલ્લા શિક્ષણ અધિકારી કડક પગલાં ભરશે.. જ્યારે ઓનલાઇન શિક્ષણ માટે ચોક્કસ પદ્ધતિ એ જ ભણવાનું ચાલુ રાખવું પડશે." પરંતુ, શાળા સંચાલકોની નફ્ફટાઈ જુઓ, તેમણે 'નહીં ફી તો શિક્ષણ પણ નહીં' ની જાહેરાત કરી દીધી છે.
નોંધનીય છે કે અત્યાર સુધી કેટલીક ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી દબાણપૂર્વક ફી ઉઘરાવતી હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. રાજ્ય સરકાર પણ અત્યાર સુધી સ્પષ્ટ આદેશો આપવા ને બદલે વાલીઓને માત્રને માત્ર મૌખિક સૂચના અને આશ્વાસન આપતી હતી.. છેવટે વિદ્યાર્થીઓના વાલીઓએ હાઇકોર્ટમાં જઇ ન્યાય માંગવો પડયો છે.
સૌ કોઈ જાણે છે કે કોરોના રોગચાળા દરમિયાન વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે. આર્થિક મંદી ઘેરી વળી છે. એવા સમયે શાળાઓ બંધ હોવા છતાં સંચાલકો ફી માટે સતત બાળકો અને વાલીઓ પર દબાણ કરતા હતા. જેને કારણે લોકો માનસિક ત્રાસ ભોગવી રહ્યા હતા. પરંતુ, હાઇકોર્ટના આદેશ બાદ હવે વાલીઓએ રાહત અનુભવી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com