396
Join Our WhatsApp Community
જમ્મુ કાશ્મીરમાં સરકારે પથ્થરમારો કરનારા લોકો પર મોટી કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.
આ સંદર્ભમાં કાશ્મીર પોલીસની સીઆઈડી બ્રાન્ચ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કહેવાયુ છે કે, પથ્થરબાજી કે અન્ય ખતરનાક પ્રવૃત્તિમાં સામેલ લોકોને સિક્યુરિટી ક્લિયરન્સ નહીં આપવામાં આવે.
સાથે જ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ યુવાઓને સરકારી નોકરી નહીં મળે અને તેમના પાસપોર્ટનુ વેરિફિકેશન પણ કરવામાં નહીં આવે.
કહેવાય છે કે આ માટે તમામ ડિજિટલ પૂરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં રાખવામાં આવશે.
અગાઉ કેન્દ્રશાસિત પ્રદેશ તંત્રે જમ્મુ અને કાશ્મીર સિવિલ સેવા નિયમોમાં એક સંશોધન કર્યું હતું, જેમાં સરકારી નોકરી મેળવવા માટે એક સંતોષજનક સીઆઇડી રિપોર્ટ ફરજિયાત કરવામાં આવી હતી.
પુરુષ હોકીની પાઠોપાઠ મહિલા હોકી એ પણ કમાલ કરી. સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો
You Might Be Interested In