શિરડી-ત્ર્યંબકેશ્વર મંદિરોમાં લાઉડસ્પીકર વગર કાકડ આરતી, ભક્તોમાં નારાજગી. જાણો વિગતે.

new rule for aarti pass in shirdi's saibaba temple

સાંઈ ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આરતી પાસ માટે લાગુ થયા આ નવા નિયમ..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેની(Raj thackeray) મસ્જિદ પરથી લાઉડસ્પીકર હટાવવાના આંદોલનની અસર મંદિરોને થઈ છે. અનેક જગ્યાએ મસ્જિદ પરથી હજી સુધી લાઉડસ્પીકર હટ્યા નથી પરંતુ શિરડીના(Shirdi) સાંઈબાબા મંદિર(Sai baba Temple) અને નાસિકના(nasik) ત્ર્યંબકેશ્વર મંદિરને(Trimbakeshwar Temple) તેનો ફટકો પડ્યો છે. સાંઈ બાબાની સવારની કાકડ અને રાત્રે 10.30  આરતી હવે લાઉડસ્પીકર વિના  થશે. સાંઈબાબા સંસ્થાનના લાઉડસ્પીકરોને પોલીસ દ્વારા સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવતા ભક્તોમાં  નારાજ વ્યાપી ગઈ છે.

Join Our WhatsApp Community

શિરડીમાં સવારે કક્કડ આરતી(Aarti) વખતે સ્પીકર બંધ હોવાથી કેટલાય ભક્તોએ આરતી શરૂ કરી કે નહીં? તે એક ભ્રમણા હતી. શિરડીમાં દ્વારકામાઈ ખાતે, લાઉડ સ્પીકરનો ઉપયોગ સાંઈ મંદિરમાં ચારેય આરતીઓનું પ્રસારણ કરવા માટે થાય છે. જે ભક્તો સાંઈ મંદિરમાં આરતીમાં ભાગ લઈ શકતા નથી તેઓ આ લાઉડ સ્પીકર દ્વારા આરતીમાં ભાગ લેતા હોય છે. સાંઈ મંદિરમાં સવારે 5 વાગ્યે લાઉડ સ્પીકર શરૂ થાય છે અને ત્યારબાદ સવારે 5.15 વાગ્યે કક્કડ આરતી થાય છે. મંગલ સ્નાન પછી સવારે 5.50 વાગ્યે કરવામાં આવે છે, અને રાત્રે 10.00 વાગ્યે આરતી  થાય છે.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળની મુલાકાતે, બંગાળના વિભાજનની જાહેરાત કરશે?  જાણો વિગતે

જો કે, 3 મેના રોજ શિરડી પોલીસે(Shirdi Police) સાઈબાબા સંસ્થાનને પત્ર મોકલીને સાંઈ મંદિરમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમને સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશ મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી ન હોવાનું કહેવામાં આવ્યું હતું. દરમિયાન, જાણવા મળ્યું છે કે સાંઈ મંદિરમાં તેનું પાલન કરવામાં આવશે એવું સંસ્થાન દ્વારા કહેવામાં આવ્યું છે. તો નાસિક ના ત્ર્યંબકેશ્વર મંદિર માં પણ સવારના કાકડ આરતી લાઉડસ્પીકર વગર થઈ હતી.

MNS પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદ પર ગેરકાયદે ભૂંગળા અને નોઈસ પોલ્યુશન(Noise pollution) મુદ્દો ઉઠાવ્યા પછી લાઉડ સ્પીકર ને લઈને બબાલ થઈ ગઈ છે. અનેક હિંદુ ધાર્મિક સ્થળો(Hindu religious places) પર લાઉડ સ્પીકર બંધ થઈ ગયા છે. પરંતુ હજી પણ અનેક મસ્જિદો પર ગેરકાયદે લાઉડસ્પીકર વાગી રહ્યા છે. આ દરમિયાન રાજ ઠાકરેના આંદોલનની અસર હિંદુ મંદિરોને થઈ રહી હોવાના પ્રહાર શિવસેનાના નેતા સંજય રાઉતે કર્યા હતા. તેની સામે ભાજપે(BJP) વળતો પ્રહાર કર્યો હતો કે શિવસેનાની(Shivsena) સરકારે મંદિરો પરથી લાઉડસ્પીકર હટાવ્યા તો મસ્જિદ પરથી કેમ નહીં?

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version