235
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
કોરોના ની બીજી લહેર દરમિયાન ગંગા નદીમાં મૃતદેહોને મળવાના અહેવાલોને પગલે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ લાશોના લીધે કોરોના વાયરસ ગંગાજળ માં ઘૂસી ગયો છે.
જોકે હવે આ પ્રશ્નનો જવાબ સામે આવ્યો છે.
CPCB, બિહાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPB, આઇ.આર.ટી.આર એ કોરોનાના કેસ સામે આવ્યા બાદ ગંગાજળની શુદ્ધતાને લઇને સ્ટડી કરી હતી. આ સ્ટડીના પ્રારંભિક રિપોર્ટ અનુસાર ગંગાજળમાં કોરોના વાયરસ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી.
કેંદ્ર સરકારની પેનલે બક્સર, પટના, ભોજપુર અને સારણમાં ગંગાજળના નમૂના લીધા. ત્યારબાદ નમૂનાને તપાસ માટે CSIR-IIT લખનઉમાં મોકલવામાં આવ્યા.
આ નમૂનાની આરટી-પીસીઆર તપાસ પણ કરવામાં આવી. આ સાથે જ ગંગા નદીની બીજી જૈવિક વિશેષતાઓની તપાસ પણ કરવામાં આવી છે.
You Might Be Interested In