ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે હવે મહારાષ્ટ્ર રાજ્યમાં 18 થી ૪૪ વર્ષની વયની વચ્ચેના લોકો માટે વેક્સિનેશન કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે સામાન્ય રીતે વેક્સિન આપી દેવી જોઈએ પરંતુ હાલ વેક્સિન ની કમી છે. તેમજ ૪૪ વર્ષની ઉપરના લોકો ને પહેલું ડોઝ આપી દેવામાં આવ્યો છે. હવે તેમને બીજો ડોઝ આપવાનો સમય પાકી ગયો છે. જો આ રસી નહીં આપવામાં આવે તો પહેલી રસી નો કોઈ ઉપયોગ નહીં થાય. આ કારણથી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે મહારાષ્ટ્રમાં પહેલા 44 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ નવી વેક્સિન મળ્યા પછી 18 વર્ષથી વધુ વયના લોકો વિશે વિચાર કરવામાં આવશે.
