News Continuous Bureau | Mumbai
મુશળધાર વરસાદ(Heavy rain) ને કારણે થાણેવાસી(Thanekar)ઓને એક દિવસ માટે પાણીકાપ(Water shortage)નો સામનો કરવો પડવાનો છે. બુધવાર ૨૧ સપ્ટેમ્બર(21 September)ના થાણે શહેરમાં ૧૨ કલાક માટે પાણી પુરવઠો(Water supply)Water supply બંધ રાખવામાં આવવાનો છે. પાલિકા પ્રશાસને આજે જ લોકોને પાણી ભરી મૂકવાની સલાહ આપી છે.
સપ્ટેમ્બરના પહેલા પખવાડિયા દરમિયાન અતિવૃષ્ટિ થઈ છે. તેને કારણે ભાતસા નદી(Bhatsa River)માં અનેક વખત પૂર આવ્યા હતા. પૂરના પાણીની સાથે જૅકવેલમાં મોટા પ્રમાણમાં ગાળ (કાદવ-કીચડ) અને કચરો જમા થયો છે. આ ગાળ અને કચરો પિસેમાં પંપના સ્ટ્રેનરમાં જામ થઈ ગયો છે. તેથી પંપ દ્વારા થનારા પાણીનો ફ્લો ઓછો થયો છે. આ ગાળ કાઢવા માટે બુધવાર ૨૧ સપ્ટેમ્બરના સવારના ૯થી રાતના ૯ વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ કરવો પડવાનો છે.
આ સમાચાર પણ વાંચો : તારીખ પે તારીખ- શિવસેના નેતા સંજય રાઉતનો જેલવાસ લંબાયો- કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી વધારી
તેથી થાણે મહાનગરપાલિકા(BMC)ની પોતાના બંધમાંથી કરતી પાણી પુરવઠો બંધ રાખશે. આ સમય દરમિયાન ફક્ત સ્ટેમ પ્રાધિકરણ મારફત થનારો પાણી પુરવઠો ચાલુ રહેશે. તેથી બુધવાર સવારના ૨૧ સપ્ટેમ્બરના સવારના ૯થી રાતના ૯ વાગ્યા સુધી ૧૨ કલાક થાણે શહેરના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.
એ સિવાય થાણેમાં ઈંદિરાનગર પાસે પાણીની પાઈપલાઈન(Water pipeline)નું જોડાણનું પણ કામ કરવામાં આવવાનું છે.તેથી ઈંદિરાનગર, રામનગર, શ્રીનગર, લોકમાન્ય નગર, રૂપાદેવી, યેઉર ડિફેન્સ, વિઠ્લ ક્રિડા મંડળ, કિસન નગર જેવા વિસ્તારમાં બુધવાર સવારથી ગુરુવાર સવાર સુધી 24 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે. સમારકામ બાદ પણ એકાદ-બે દિવસ પાણી પુરવઠો ઓછા દબાણ સાથે આવશે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત મુંબઈમાં એક બે નહીં પણ 50 પતિઓએ જીવંત પત્નીનું કર્યું પિંડદાન કારણ જાણી ચોંકી જશો
