News Continuous Bureau | Mumbai
કોંગ્રેસમાંથી(Congress) રાજીનામુ(Resignation) આપી ચૂકેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ(Hardik Patel) આજે ભાજપમાં(BJP) જોડાશે નહી.
તેઓએ આ જાણકારી એક સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં આપી.
તેમણે કહ્યું કે, હું જો આ પ્રકારે કોઈ નિર્ણય લઈશ તો પત્રકારોને(reporters) જાણ કરીશ.
આજે ભાજપમાં જોડાશે તેવી અટકળો હતી પણ હવે તેઓ તા.30ના ભાજપમાં જોડાતા નથી તેવું જણાવીને સસ્પેન્ડ આગળ વધાર્યુ છે.
ગત તા.18ના રોજ હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ છોડયો હતો અને તેઓ ભાજપ ભણી જઈ રહ્યા હોવાના સંકેત આપી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો : નેપાળમાં મોટી દુર્ઘટના: ગુમ થયેલા પ્લેનનો અહીંથી મળ્યો કાટમાળ, વિમાનમાં સવાર 4 ભારતીયો સહિત કુલ 22 મુસાફરો ના નિપજ્યા મોત..
