ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
25 જુન 2020
ગુજરાત રાજ્યમાં ખાનગી લેબમાં કોરોના ટેસ્ટને લઈને મોટા સમાચાર આવ્યાં છે. મહારાષ્ટ્ર, દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ કોરોનાની ટેસ્ટના ભાવ 2500 રૂપિયા સરકાર દ્વારા ફિક્સ કરવામાં આવ્યાં છે. આથી ભાવો ઘટતાં વધુને વધુ લોકો કોરોના ટેસ્ટ કરાવતાં થશે જેને કારણે સંક્રમણ થયેલા વ્યક્તિને ઓળખી કાઢી જલ્દી સારવાર આપવામાં આવશે.
લેબમા જઈને કોરોના ટેસ્ટ કરાવો તો 2500 રુપિયા ચાર્જ થશે, જ્યારે ઘરે સેમ્પલ લેવા બોલાવશો તો 3000 ચૂકવવાના રહેશે. આમ જનતાની સુવિધા માટે બે ભાવ નક્કી કરાયા છે. જો કોઈ લેબ દ્વારા સરકારે નક્કી કાયેલા ભાવ કરતા વધુ ચાર્જ લેવાશે તો લેબની માન્યતા રદ્દ થશે, એમ સ્પષ્ટ શબ્દોમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે. ગુજરાતમાં આજથી જ કોરોના ટેસ્ટિંગનો નવો ભાવ અમલી થશે .
નોંધનીય છે કે દેશમાં સૌથી વધુ કોરોનાથી થતા મૃત્યુ ની સંખ્યા ગુજરાતમાં છે. અને હજુ વધુ ને વધુ કેસ નોંધાઈ રહા છે. ગઈ કાલે 24 કલાકમાં 500 થી વધુ મોત ગુજરાતમાં નોંધાયા છે.
દરમિયાન કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદના ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 16,857 નવા કેસ અને 424 નવા મોત નોંધાયા છે…. !!
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com