News Continuous Bureau | Mumbai
બાળાસાહેબ ઠાકરે(BalaSaheb Thakceray)ના દરબારમાં રહેલા નવ રત્નોમાંના એક એવા સુભાષ દેસાઈ(Subhash Desai)ને શિવસેના(Shivsena)એ પડતા મૂકી દીધા છે. એક સમયે સુભાષ દેસાઈ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની પાછળ પડછાયાની જેમ ઉભા રહેતા હતા. આ ઉપરાંત ગોરેગામ(Goregoan) વિસ્તારમાંથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઉમેદવાર વિદ્યા ઠાકુર સામે તેમનો પરાભવ થયો હતો. ત્યાર બાદ શિવસેનાએ તેમને વિધાન પરિષદ(Legislative Council)માં સ્થાન આપ્યું હતું અને મંત્રી સુદ્ધા બનાવ્યા હતા. પરંતુ હવે વાત બદલાઈ ગઈ છે. શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માંથી આવેલા સચિન આહીર(Sachin Ahir) ને વિધાન પરિષદમાં સ્થાન આપ્યું છે. આની સાથે જ જૂની શિવસેનામાંથી એક વરિષ્ઠ નેતાની વિધાન પરિષદમાંથી વિદાય થશે.
આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી પણ મહારાષ્ટ્ર(Maharashtra)માં એ જ નેતાઓને ટિકિટ આપી રહી છે જે નેતાઓ અન્ય પક્ષ છોડીને પાર્ટી સાથે જોડાયા છે. તેમજ પાર્ટીના નિષ્ઠાવાન નેતાઓને બહારનો રસ્તો દેખાડવામાં આવે છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી(BJP)એ પંકજા મુંડે(Pankaja Munde)નું વિધાન પરિષદ માટે પત્તું કાપી નાખ્યું હતું.