ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
ગુજરાતની અંદર ઘણા બધા પવિત્ર યાત્રાધામ આવેલા છે અને ઘણા યાત્રાધામનો મહિમા પણ અનેરો છે. એવું જ
એક યાત્રાધામ છે અંબાજી. જ્યાં મા અંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે જતા રહે છે. સાથે જ માતાજીને ભેટ સોગાદ પણ અર્પણ કરતા હોય છે.
ત્યારે હાલમાં જ યાત્રાધામ અંબાજીમાં એક એનઆરઆઇ માઇભકતે ૧૦૦ ગ્રામ સોનું ભેટ આપ્યું હતું. આ ભક્ત દ્વારા અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટે આ દાન કરવામાં આવ્યું છે. આ દાન આપનાર માઇભકતે પોતાનું નામ પણ જાહેર નથી કર્યું.
હાલમાં મંદિરને સુવર્ણમય બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામને સરકાર દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જે અંતર્ગત ઘણાબધા માઈભક્તો દ્વારા સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે, તે જ શ્રેણીમાં આ એનઆરઆઈ ભક્ત દ્વારા પણ રૂપિયા ૪,૯૦,૦૦૦નું ૧૦૦ ગ્રામ સોનુ ભેટ ધરવામાં આવ્યું હતું