ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર
સોનાની ચીડિયા કહેવાતા ભારત દેશમાં ઘણાં એવાં સ્થાનો છે જ્યાં ખજાનાઓ છુપાયેલા છે. જેની આજસુધી કોઈને પણ જાણ નથી. તાજેતરમાં ઓરિસ્સામાં આવેલ જગન્નાથપુરીમાં એવા જ એક ખજાનાની શોધખોળ શરૂ કરાઇ છે.
જગવિખ્યાત જગન્નાથજી મંદિરનાં અગ્નિ દિશામાં આવેલ એમાર મઠમાં વર્ષો પહેલાં ખજાનો છુપાવવામાં આવ્યો હતો. ઓરિસ્સા સરકારના પુરાતત્ત્વ ખાતાના અધિકારીઓની ટુકડી મેટલ ડિટેકટર વગેરે સાધનો સાથે મંદિરમાં તપાસ માટે આવી છે.
એમાર મઠ જેમનાં તાબામાં આવે છે તે ઉત્તરપાશ્વ મઠના મુખ્ય મહંત નારાયણ રામાનુજદાસે ભારત સરકારને ખજાનો શોધી કાઢવાની કરેલી વિનંતીના પગલે પુરાતત્વ ખાતાએ આ ઓપરેશન હાથ ધર્યું છે. મઠના તમામ સાધુ સંતો અને મહંતો ઉપરાંત ઇતિહાસકારો પણ એમ માને છે કે એમાર મઠમાં સોના-ચાંદી અને ઝવેરાતનો તોતિંગ ખજાનો છુપાવવામાં આવેલ છે.
અનુરાગ કશ્યપ પર આરોપ કરનાર અભિનેત્રી પર એસિડ હુમલો થયો. નોંધાવી એફઆઈઆર. જાણો વિગત.
પ્રાપ્ત જાણકારી અનુસાર અગાઉ વર્ષ 2011માં અને આ વર્ષે એપ્રિલમાં આ મઠમાંથી ચાંદી ઉપરાંત ચાંદીનું આખું એક વૃક્ષ, ચાંદીના ફૂલોની બનેલી વિશાળ વેલ, કાંસાની ગાય અને 16 જેટલી અતિ કિંમતી ગણાતી તલવારો મળી આવી હતી. 2011ની સાલમાં પોલીસને ચાંદીના ખૂબ મોટા અને ભારે વજનદાર 522 ગઠ્ઠા મળી આવ્યા હતા. જેનું કુલ વજન 18 ટન થયું હતું અને તે સમયે તેની કિંમત રૂ. 90 કરોડ આંકવામાં આવી હતી. તે ઉપરાંત આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ ચાંદીના વધુ 45 ગઠ્ઠા મળી આવ્યાં હતાં અને પ્રત્યેક ગઠ્ઠાનું વજન 35 કિલો થયું હતું.
રાજ્ય સરકારના પુરાતત્વ ખાતાના અધિકારીઓએ શ્રી જગન્નાથ મંદિર એડમિનિસ્ટ્રેશનના હોદ્દેદારો, પુરી જિલ્લા કલેક્ટર સમર્થ વર્મા, જિલ્લા પોલીસ વડા કે.વી સિંઘ અને એમાર મઠના ટ્રસ્ટીઓની હાજરીમાં ખજાનાની શોધ માટે મઠના કેટલાક ભાગમાં ખોદકામ શરૂ કર્યું હતું. પુજી જિલ્લાના નાયબ કલેક્ટર ભવતારણ સાહુએ એક મીડિયાહાઉસને કહ્યું હતું કે ગત સપ્તાહના ખોદકામ દરમિયાન કોઇ કિંમતી ચીજવસ્તુ મળી આવી નથી.
ઉલ્લેખનીય છે કે વૈષ્ણવ સંપ્રદાયના મહાન સંત રામાનુજાચાર્યએ અંદાજે 500 વર્ષ પહેલાં તેમના પોતાના નામ ઉપરથી રામાનુજ સંપ્રદાય શરૂ કર્યો હતો અને આ રામાનુજ સમપ્રદાયના હાલ દેશભરમાં કુલ 18 મઠ આવેલા છે.
આ વિદેશી મૉડલને ભારતીય પતિ જોઈએ છે, તેની પાસે 500 કરોડની સંપત્તિ છે; પરંતુ