Western Railway : આજે પશ્ચિમ રેલવે ગાંધીધામ અને હાવડા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Western Railway : મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ ગાંધીધામ અને હાવડા વચ્ચે વિશેષ ભાડામાં વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

by Hiral Meria
On April 30, Western Railway will run a special train between Gandhidham and Howrah

News Continuous Bureau | Mumbai

Western Railway : મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ ગાંધીધામ અને હાવડા ( Howrah ) વચ્ચે વિશેષ ભાડામાં વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. 

Western Railway :  ટ્રેન નંબર 09449/09450 ગાંધીધામ-હાવડા-ગાંધીધામ સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09449 ગાંધીધામ-હાવડા સ્પેશિયલ ગાંધીધામથી ( Gandhidham ) મંગળવાર, 30 એપ્રિલ 2024ના રોજ 23.00 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04.00 કલાકે હાવડા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09450 હાવડા-અમદાવાદ સ્પેશિયલ હાવડાથી શુક્રવાર, 03 મે 2024ના રોજ 20.00 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 23.00 કલાકે ગાંધીધામ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Weather: મહારાષ્ટ્રમાં આકરી ગરમીએ લોકોની મુશ્કેલીઓ વધારી, તાપમાન 43 ડિગ્રીને પાર, આ સ્થળોએ હીટ વેવ એલર્ટ જારી.

રૂટ પર બંને દિશામાં આ ટ્રેન ( Gandhidham-Howrah Special Train ) સામખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ,  મિર્ઝાપુર, પં. દીનદયાલ ઉપાધ્યાય, સાસારામ, ગયા, કોડરમા, ધનબાદ અને આસનસોલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09449નું બુકિંગ 30 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More