ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 જુન 2020
બે મહિના બાદ મુંબઇની લોકલ ટ્રેન શરૂ થઈ હોવાથી પહેલા દિવસે ટ્રેનની અંદરનું દ્રશ્ય મનભાવન હતું. ટ્રેનમાં લોકો સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરીને મુસાફરી કરતા જોવા મળ્યા હતા પરંતુ, સાંજે ભેગી થયેલી ભીડે બીજા દિવસનો અણસાર આપી દીધા હતા. મંગળવાર થતાં સુધીમાં તો મુસાફરોનો આંકડો 70 હજાર સુધી પહોંચી ગયો હતો. પ્રથમ દિવસે સરકારી, અર્ધસરકારી અને જીવન આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોએ જ મુસાફરી કરી હતી. પરંતુ ગઈકાલે રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન જે લોકોના પાસ નાતી ગયા હશે તેમને મુદત વધારીને આપવામાં આવશે આથી આજે દરેક સ્ટેશન્સ બહાર લાંબી લાંબી લાઈનો લાગી હતી.
ઘણા લોકો કામ અર્થે નીકળ્યા હતા તો ઘણા લોકો માત્ર પાસ ની પૂછપરછ કરવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. ત્યારે ટિકિટ વિન્ડો પર મુસાફરી ન કરતા હોવા છતાં માત્ર પાસ ની મુદત વધારી લેવા માટે ભીડ જમા થઇ હતી. જેને કારણે સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડી ગયા હતા.
આમ સ્ટેશન ઉપર અને પ્લેટફોર્મ પર આવી ગરમીમાં, જે ખરેખર ફરજ બજાવનારા લોકો હતા એ અટવાઈ ગયા હતા. કારણ કે દરેકને લાઇનમાંથી જ વેલીડ આઇકાર્ડ બતાવીને પ્લેટફોર્મ પર જવાની રજા આપવામાં આવી હતી. આમ રેલવે દ્વારા લિમિટેડ માત્રામાં લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી છે પરંતુ મુસાફરો અનલિમિટેડ થતાં જતા ભીડ બેકાબુ થઈ રહી છે…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com