ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
તિરુપતિમાં સુપર સ્પેશિયાલિટી ચિલ્ડ્રન હોસ્પિટલના નિર્માણ સહિત ત્રણ મોટા પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવા માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે (TTD) અત્યાર સુધી નહીં વપરાયેલી ઉદયસ્થામના અર્જિતા સેવા ટિકિટ ભકતોને વેચવાનો નિર્ણય લીધો છે.
આ સેવા ટિકિટ ભક્તો માટે ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ રહેશે. શુક્રવાર સિવાય તમામ દિવસોમાં દરેક ટિકિટની કિંમત 1 કરોડ રૂપિયા હશે. શુક્રવારે સેવા ટિકિટની કિંમત 1.50 કરોડ રૂપિયા હશે. ઉદયસ્થામન સેવા ટિકિટની ફાળવણીથી TTD માટે રૂ. 600 કરોડની આવક થવાની ધારણા છે.
TTD ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ એક મિડિયા હાઉસને જણાવ્યા મુજબ "ટ્રસ્ટ તિરુપતિમાં સુપર સ્પેશિયાલિટી પેડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ અને દર્દીઓને મફત સારવાર આપવા માટે રાજ્યમાં બે કેન્સર હોસ્પિટલના નિર્માણ કરવામા છે, તે માટે ભંડોળ એકત્ર કરવા માટે આ આ સેવા ટિકિટને વેચવાનો નિર્ણય લીધો છે,"
આ ટિકિટ ખરીદનાર દાતા સહિત છ વ્યક્તિઓને ઉદયસ્થામન સેવામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. તેઓ વહેલી સવારે સુપ્રભાત સેવાથી શરૂ કરીને રાત્રે ઊંઝાલા સેવા સુધીની તમામ અર્જિત સેવામાં ભાગ લઈ શકે છે. દિવસમાં વધુમાં વધુ છ ટિકિટ ધારકોને મંજૂરી આપવામાં આવશે. આ ટિકિટનો ઉપયોગ બ્રહ્મોત્સવ અને વિશેષ કાર્યક્રમો સિવાય વર્ષના કોઈપણ દિવસે કરી શકાય છે.
ઉદયસ્થામન અર્જિત સેવા 1981 માં શરૂ કરવામાં આવી હતી, 1995 માં બંધ કરવામાં આવી હતી. તે સત્તાવાર રીતે 2006 માં બંધ થઈ ગઈ હતી. જ્યારે આ સેવા શરૂ કરવામાં આવી ત્યારે ટિકિટની કિંમત 1 લાખ રૂપિયા હતી. લગભગ 2,600 ટિકિટ બુક થઈ હતી. જો કે, વિવિધ કારણોસર 531 ટિકિટનો ભક્તો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો નથી. હવે, ટીટીડીએ ભક્તોને 1 કરોડ રૂપિયાની કિંમતે આ ટિકિટો ફાળવવાનું નક્કી કર્યું હોવાનું ટ્રસ્ટનું કહેવું છે.
ઉત્તરાખંડમાં ચૂંટણી ટાણે ટંટો, આ મંત્રીએ રાજીનામું આપ્યું. ભાજપની મુશ્કેલી વધી
સેવામાંથી આવનારા ભંડોળનો બાળકો માટે શ્રી પદ્માવતી કાર્ડિયોલોજી હોસ્પિટલના નિર્માણ પાછળ ખર્ચ કરવામાં આવશે. તેમ જ કેન્સરના દર્દીઓને પણ અહીં મફતમાં સારવાર આપવા માટે રાજ્યમાં વધુ બે હોસ્પિટલો સ્થાપવા બાબતે ટ્રસ્ટ વિચાર કરી રહ્યું છે.