ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 12 એપ્રિલ 2021.
સોમવાર.
મુંબઈથી શરૂ થતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન રવિવારે જ્યારે રાંચી સ્ટેશન પહોંચી તો કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. રેલવે પ્રશાસનને મળેલા અહેવાલ મુજબ આ ટ્રેનમાં 250 યાત્રીઓ મુસાફરી કરતા હતા અને તેઓ રાંચી સ્ટેશન ઉતરવાના હતા. પરંતુ જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી તો ફક્ત 25 યાત્રીઓ જ ટ્રેનમાંથી ઉતર્યા.
રાંચી રેલવે પ્રશાસનને રવિવારે મુંબઈથી શરૂ થનારી સ્પેશિયલ ટ્રેનમાં 250 યાત્રીઓના આગમન ની માહિતી આપવામાં આવી હતી. આજ માહિતીના આધાર પર રાંચીના જિલ્લા પ્રશાસન તરફથી રેલવે સ્ટેશન પર યાત્રીઓના કોરોના ટેસ્ટની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, યાત્રીઓની સુવિધા માટે સોશિઅલ ડિસ્ટન્ટસને ધ્યાનમાં રાખીને તે મુજબ ખુરશીઓ પણ ગોઠવવામાં આવી હતી. સાથે જ સ્ટેશન પર થોડા થોડા અંતરે આરપીએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રેનમાંથી ફક્ત 25 યાત્રીઓ ઉતરતા જોઈને રેલવે પ્રશાસન સાથે સાથે જિલ્લા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે મુંબઈથી શરૂ થનારી આ ટ્રેનમાં અંદાજે અઢીસો યાત્રીઓ મુસાફરી કરતા હતા. પરંતુ આ તમામ યાત્રીઓ રાંચી પહોંચતા પહેલાં જ બીજા સ્ટેશનો ઉપર ઉતરી ગયા હતા.
કોરોનાની રસી લીધા પછી પણ થાય છે કોરોના. જાણો અદર પુનાવાલાનુ એ વિશે મંતવ્ય.
હવે આને રેલવે પ્રશાસનની બેદરકારી ગણવી કે મુસાફરોનું પ્રશાસન પ્રત્યેનું બેજવાબદાર વર્તન.