Site icon

માત્ર મહારાષ્ટ્ર નહીં પણ ગુજરાત રાજયમાં પણ કમોસમી વરસાદ પડ્યો, બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. જાણો વિગતે

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,

મુંબઈ, 29 ડિસેમ્બર 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

સાઇક્લોનિક સર્ક્‌યુલેશનની અસરને પગલે અનેક જિલ્લામાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. કેટલીક જગ્યાએ તો વાદળો ઘેરાઇ આવ્યાં હતાં અને વરસાદ પડે એવો માહોલ સર્જાયો હતો. ગઈકાલ મોડી રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 

ગઈકાલે રાત્રે અમદાવાદ, પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર સહિત અનેક તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, જશોદાનગર સહિતમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા છે. મોર્નિંગ વોકમાં નીકળતા લોકોએ હિલ સ્ટેશન જેવા માહોલનો આનંદ લીધો હતો તેમજ ચાની કીટલીઓ પર લોકોનો જમાવડો પણ જાેવા મળ્યો હતો. રાજકોટના વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. જેના પગલે શિયાળુ પાકને લઈ ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. જીરૂ, ચણાને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. ઠંડો પવન ફૂંકાતાં ઠંડીમાં પણ વધારો જાેવા મળ્યો હતો. લોકો તાપણું કરી તાપતા નજરે પડ્યા હતા

ભારતમાં ખતરાની ઘંટી વાગી! આ રાજ્ય બન્યું ઓમિક્રોનના કેસનું હોટસ્પોટ, સરકારે જાહેર કર્યું આ એલર્ટ;  લગાવ્યા નવા પ્રતિબંધ
 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી ૪૮ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ બુધવારથી લઘુતમ તાપમાન ત્રણથી ચાર ડીગ્રી સુધીનો ઘટાડો થશે, જેને કારણે ઠંડીનો અનુભવ થશે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતાં ધરતીપુત્રોમાં ચિંતાનાં વાદળો ઘેરાવા લાગ્યાં છે. 

કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉં, રાયડો, એરંડા, જીરું, ચણા સહિતના રોકડિયા પાકોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે, જેમાં ચાલુ વર્ષે રવીપાકના વાવેતરમાં સૌથી વધુ ૧.૬૩ લાખ હેક્ટર જમીનમાં રાયડો, ૧.૧૭ લાખ હેકટર જમીનમાં ઘાસચારો, ૬૧ હજાર હેકટર જમીનમાં ઘઉં, ૫૮ હજાર હેક્ટર જમીનમાં બટાકા, ૫૦ હજાર હેકટર જમીનમાં જીરાનું તેમજ ૬ હજાર હેકટર જમીનમાં શાકભાજી સહિત અન્ય પાકો મળીને જિલ્લામાં કુલ ૪.૭૫ લાખ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેતરમાં ઊભા પાક દિવેલા, કપાસ, રાઈ, વરિયાળી, જીરું, ચણા સહિતના પાકોની કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે. એની સાથે ખેડૂતો દ્વારા કાપણી કરેલી શાકભાજી પાક ભીંજાય નહિ એ માટે પાકને સુરક્ષિત અથવા ગોડાઉનમાં મૂકવા જાે કમોસમી વરસાદ પડે તો ખેતરોમાં ભરાયેલા પાણીનો સત્વર નિકાલ કરવો તથા આગાહીને ધ્યાનમાં રાખી અગમ ચેતીનાં પગલાં ખેડૂતોએ ભરવા, એવી ખેતીવાડી વિભાગ દ્વારા સલાહ અપાઈ છે. 

થઈ જાવ સાવધાન. દિલ્હી – મહારાષ્ટ્ર રાજ્યોમાં ઓમિક્રોનના કેસો સૌથી વધુ, ભારતના ૫ રાજ્યોમાં નવા વેરિયન્ટના કેસમાં પણ થયો નોંધપાત્ર વધારો 

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version