News Continuous Bureau | Mumbai
Vasai Rains : પાલઘર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રોડ પાણી પાણી થઇ ગયા છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. વસઈ, વિરાર, નાલાસોપારા શહેરોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થયા છે. જેના કારણે શહેરીજનો પણ ડરી ગયા હતા. ખાસ વાત એ છે કે દરિયામાં ભરતી આવી હતી. જેના કારણે દરિયાનું પાણી શહેરમાં ઘુસી ગયું હતું. સર્વત્ર પાણી જ પાણી હતું, ઉપરાંત આકાશમાંથી વરસાદ વરસી રહ્યો હતો. જેના કારણે અનેક લોકોમાં ડર વધી ગયો હતો. દરમિયાન, સંકટ સમયે પણ કેટલીક મહિલાઓ મનોરંજન તરીકે ગરબા રમતી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
જુઓ વિડીયો
Vasai Rains : વસઈમાં વરસાદી માહોલ.. પુરુષો વાહનો સાથે પરેશાન તો મહિલાઓ પાણીમાં ગરબા રમવામાં મસ્ત. જુઓ વાયરલ વિડીયો..
#asai #virar #rain #women #garba #viralvideo pic.twitter.com/4x4PoKlXdF
— news continuous (@NewsContinuous) July 22, 2023
આ સમાચાર પણ વાંચો : Ravi Ruia : આ ભારતીય અબજોપતિએ અધધ 1200 કરોડમાં ખરીદ્યું લંડનમાં સૌથી મોંઘું ઘર, દેખાવમાં કોઈ રાજ મહેલથી કમ નથી..
મહિલાઓએ માણ્યો ગરબા રમવાનો આનંદ
અહીં મહિલાઓ વરસાદના પાણી સાથે મજા માણતા ગરબા રમી રહી છે. વસઈમાં ભરાયેલા પાણીમાં મહિલાઓ ગરબા રમવાનો આનંદ માણી રહી છે. વસઈ પશ્ચિમ સાંઈનગરમાં ગુરુવારે સાંજે 5 વાગ્યાનું આ દ્રશ્ય છે. રસપ્રદ વાત એ છે કે બપોર બાદ વરસાદ બંધ થયો હતો પરંતુ સાંજ સુધી એકઠા થયેલા પાણી ઓસર્યા ન હતા. અંતે ઘરમાં કંટાળેલી મહિલાઓએ ભરાયેલા પાણીમાં ગરબા રમીને ખુશી વ્યક્ત કરી હતી. વસઈની મહિલાઓ વરસાદમાં ગરબા રમીને પોતાનો આનંદ વ્યક્ત કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ત્રણ દિવસથી ભારે વરસાદ ચાલુ
ઉલ્લેખનીય છે કે વસઈમાં ત્રણ દિવસથી ભારે વરસાદ ચાલુ છે. આખો દિવસ ભારે વરસાદના કારણે વસઈ, વિરાર, નાલાસોપારામાં પાણી ભરાયા છે.