પાવાગઢ ની યાત્રા કરવાના છો? આ સમાચાર જરુર વાંચજો. મેઇન્ટેનન્સની કામગીરીને લઇને આટલા દિવસ સુધી રોપ વે સેવા રહેશે બંધ…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

શુક્રવાર.

ગુજરાત ના વિશ્વ-વિખ્યાત પંચમહાલ જિલ્લામાં આવેલ યાત્રાધામ પાવાગઢના રોપ વે માં મેઇન્ટેનન્સની કામગીરી ડિસેમ્બર માં એજન્સી દ્વારા કરવામાં આવશે. રોપ વે  મેઇન્ટેનન્સ ની કામગીરી કરી રહેલી એજન્સીએ ૧૩ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી રોપ વે બંધ રાખવાની જાહેરાત કરી હતી. ૬ દિવસ સુધી મેઇન્ટેનન્સ માટે રોપ વે સેવા બંધ રહેશે.

યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે, આ રોપ-વે આજથી ૬ દિવસ માટે બંધ એટલે કે તારીખ ૧૩ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બન્ધ રહેશે જે ૧૯ ડિસેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે, આમ આજથી ૬ દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયાં ચઢી માતાજીના દર્શન કરવા પડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ સંદર્ભે મુંબઈમાં ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠકો યોજી, રોડ શો કર્યો. જાણો કોને મળ્યા ગુજરાત ના સી.એમ.

 

અગાઉ ૩ મહિના પહેલા ચોમાસા દરમિયાન પાવાગઢ સ્થિત રોપ વે સેવા સલામતીના ભાગરૂપે થોડા કલાકો માટે બંધ કરવાની ફરજ પડી હતી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment