News Continuous Bureau | Mumbai
મોટા શહેરમાં રહેલા ભરચક ટ્રાફિક(Heavy traffic jam) અને સ્પીડમાં આવતા વાહનો(Vehicle)ને કારણે રસ્તા ક્રોસ(road cross) કરવો માથાનો દુખાવો બની ગયો છે. હવે જોકે મહારાષ્ટ્ર(Maharashtra)ના સ્માર્ટ સિટી(smart city) નાશિકે(Nashik) તે માટેનો ઉપાય શોધી કાઢ્યો છે. રાહદારીઓ ટ્રાફિકમાં રસ્તો ક્રોસ કરી શકે તે માટે પેલિકન સિગ્નલ(Pelican signal) બેસાડવાની છે. તેને કારણે બટન દબાવીને ટ્રાફિક રોકીને રસ્તો ક્રોસ કરી શકાશે.
પેલિકન સિગ્નલ(Pelican signal)નો નાશિકના ત્ર્યંબક નાકાથી અશોક સ્તંભ દરમિયાન સ્માર્ટ રોડ પર પ્રયોગ કરવામાં આવવાનો છે. રાહદારીઓને રસ્તો ક્રોસ કરવા માટે વિદેશ(foreign)માં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે. તેમ હવે ભારત(India)માં પણ ધીમે ધીમે નવી યોજનાઓ લાવવામાં આવી રહી છે.
એમ તો સિગ્નલ(Signal) પર રાહદારીઓ માટે ઝેબ્રા ક્રોસિંગ(Zebra crossing)ની સગવડ હોય છે. છતાં અનેક વખતે ભારે ટ્રાફિકને કારણે રસ્તો ક્રોસ(road cross) કરવો મુશ્કેલ હોય છે. હવે જોકે પેલિકન સિગ્નલ(Pelican signal)ની યંત્રણા અમલમાં મુકવામાં આવી છે. સિગ્નલ પરનું બટન દબાવીને સિગ્નલ રોકીને રાહદારીઓ રસ્તો ક્રોસ કરી શકશે.