Gujarat : PM મોદી 25 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે, રૂ. 52,250 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે

Gujarat : પ્રધાનમંત્રી 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી રૂ. 52,250 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં સ્વાસ્થ્ય, માર્ગ, રેલ, ઊર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પર્યટન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડતું સુદર્શન સેતુ સમર્પિત કરશે. તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રિજ છે. પ્રધાનમંત્રી રાજકોટ, બઠિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગિરીમાં પાંચ એઈમ્સનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી 200થી વધારે હેલ્થકેર માળખાગત પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી ઇએસઆઇસીનાં 21 પ્રોજેક્ટનું ઉદઘાટન અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નવી મુન્દ્રા-પાણીપત પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

by Hiral Meria
PM Modi to visit Gujarat on February 25, Rs. 52,250 crore will inaugurate various development projects

News Continuous Bureau | Mumbai  

Gujarat : પ્રધાનમંત્રી 24 અને 25 ફેબ્રુઆરી, 2024નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. 25 ફેબ્રુઆરીએ સવારે 7:45 વાગ્યે પ્રધાનમંત્રી ( PM Narendra Modi ) બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના અને દર્શન કરશે. આ પછી સવારે 8:25 વાગ્યે સુદર્શન સેતુની મુલાકાત લેવામાં આવશે. ત્યાર બાદ તેઓ સવારે 9:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરના દર્શન કરશે. 

પ્રધાનમંત્રી બપોરે લગભગ 1 વાગે દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

ત્યારબાદ બપોરે 3:30 વાગ્યે પ્રધાનમંત્રી એઈમ્સ રાજકોટની ( AIIMS Rajkot ) મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:30 વાગ્યે રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રીએ દ્વારકામાં ( Dwarka ) 

દ્વારકામાં એક જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી ઓખાની મુખ્ય ભૂમિને જોડતા સુદર્શન સેતુ અને આશરે રૂ. 980 કરોડનાં ખર્ચે નિર્મિત બેટ દ્વારકા ( Bet Dwarka ) ટાપુ દેશને અર્પણ કરશે. આ લગભગ 2.32 કિમીનો દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રિજ છે.

સુદર્શન સેતુમાં એક અનોખી ડિઝાઇન છે, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોથી શણગારેલી ફૂટપાથ અને બંને તરફ ભગવાન કૃષ્ણની છબીઓ છે. તેમાં ફૂટપાથના ઉપરના ભાગો પર સોલર પેનલ્સ પણ લગાવવામાં આવી છે, જે એક મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. આ પુલથી પરિવહનમાં સરળતા રહેશે અને દ્વારકા અને બેટ-દ્વારકા વચ્ચે મુસાફરી કરતા ભક્તોના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. પુલના નિર્માણ પહેલા યાત્રાળુઓને બેટ દ્વારકા પહોંચવા માટે બોટ પરિવહન પર આધાર રાખવો પડતો હતો. આ આઇકોનિક બ્રિજ દેવભૂમિ દ્વારકાના મુખ્ય પર્યટક આકર્ષણ તરીકે પણ કામ કરશે.

પ્રધાનમંત્રી વાડીનારમાં પાઇપલાઇન પ્રોજેક્ટ સમર્પિત કરશે, જેમાં હાલની ઓફશોર લાઇનનું રિપ્લેસમેન્ટ સામેલ છે, હાલની પાઇપલાઇન એન્ડ મેનીફોલ્ડ (પીએલઇએમ)ને પડતી મૂકવામાં આવશે તથા નજીકનાં નવા સ્થળે સંપૂર્ણ સિસ્ટમ પાઇપલાઇન્સ, પીએલઇએમ અને ઇન્ટરકનેક્ટિંગ લૂપ લાઇન)નું સ્થળાંતર થશે. પ્રધાનમંત્રી રાજકોટ-ઓખા, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજલિયા રેલ વિદ્યુતીકરણ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ – 927ડીના ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનને પહોળું કરવા માટે શિલારોપણ કરશે. જામનગર ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર; સિક્કા થર્મલ પાવર સ્ટેશન, જામનગરમાં ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (એફજીડી) સિસ્ટમ ઇન્સ્ટોલેશન વગેરેનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Sion bridge closure: મુસાફરોને હાલાકી.. સાયન સ્ટેશન પાસેનો બ્રિટિશકાળ નો બ્રિજ 29મી ફેબ્રુઆરી થી સંપૂર્ણ રીતે થશે બંધ

પ્રધાનમંત્રી રાજકોટમાં ( Rajkot ) 

પ્રધાનમંત્રી રાજકોટમાં જાહેર સમારંભમાં સ્વાસ્થ્ય, માર્ગ, રેલવે, ઊર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પ્રવાસન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેતી રૂ. 48,100 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ( developmental projects ) ઉદઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

દેશમાં તૃતિયક સ્વાસ્થ્ય સંભાળને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાજકોટ (ગુજરાત), બઠિંડા (પંજાબ), રાયબરેલી (ઉત્તરપ્રદેશ), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને મંગલાગિરી (આંધ્રપ્રદેશ) ખાતે પાંચ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) દેશને અર્પણ કરશે.

પ્રધાનમંત્રી 23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂ. 11,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં 200થી વધારે હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું શિલારોપણ પણ કરશે અને દેશને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી પુડ્ડુચેરીનાં કરાઈકલમાં જેઆઈપીએમઈઆરની મેડિકલ કોલેજ અને પંજાબનાં સંગરુરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ રિસર્ચ (પીજીઆઈએમઈઆર)નાં 300 પથારીવાળા સેટેલાઇટ સેન્ટરનું લોકાર્પણ કરશે. તેઓ પુડુચેરીનાં યાનમ ખાતે જેઆઈપીએમઈઆરનાં 90 બેડ ધરાવતાં મલ્ટિ સ્પેશિયાલિટી કન્સલ્ટિંગ યુનિટનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત ચેન્નાઈમાં નેશનલ સેન્ટર ફોર એજિંગ; બિહારના પૂર્ણિયામાં નવી સરકારી મેડિકલ કોલેજ; આઈસીએમઆરના 2 ફિલ્ડ યુનિટ્સ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી કેરાલા યુનિટ, અલાપ્પુઝા, કેરળ ખાતે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ ઇન ટ્યુબરક્યુલોસિસ (એનઆઈઆરટી): ન્યૂ કમ્પોઝિટ ટીબી રિસર્ચ ફેસિલિટી, તિરુવલ્લુર, તમિલનાડુ વગેરેનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી પંજાબનાં ફિરોઝપુરમાં પીજીઆઈએમઈઆરનાં 100 પથારીધરાવતા સેટેલાઇટ સેન્ટર સહિત વિવિધ સ્વાસ્થ્યલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે જેમાં આરએમએલ હોસ્પિટલ, દિલ્હીમાં નવી મેડિકલ કોલેજનું બિલ્ડિંગ; રિમ્સ, ઇમ્ફાલમાં ક્રિટિકલ કેર બ્લોક; ઝારખંડમાં કોડરમા અને દુમકા ખાતે નર્સિંગ કોલેજો વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન અને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય માળખાગત મિશન (પીએમ-અભિએમ) હેઠળ પ્રધાનમંત્રી 115 પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. તેમાં પીએમ-અભિએમ (ક્રિટિકલ કેર બ્લોક્સના 50 યુનિટ, ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબના 15 યુનિટ, બ્લોક પબ્લિક હેલ્થ યુનિટ્સના 13 યુનિટ) હેઠળ 78 પ્રોજેક્ટ્સ સામેલ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન અંતર્ગત સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર, મોડલ હોસ્પિટલ, ટ્રાન્ઝિટ હોસ્ટેલ વગેરે જેવા વિવિધ પરિયોજનાઓનાં 30 એકમો સામેલ છે.

પ્રધાનમંત્રી પૂણેમાં ‘નિસર્ગ ગ્રામ’ નામની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપેથીનું પણ ઉદઘાટન કરશે. તેમાં નેચરોપેથી મેડિકલ કોલેજની સાથે 250 પથારી ધરાવતી હોસ્પિટલ અને મલ્ટિ-ડિસિપ્લિનરી રિસર્ચ એન્ડ એક્સટેન્શન સેન્ટર સામેલ છે. ઉપરાંત તેઓ હરિયાણાના ઝજ્જરમાં રિજનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યોગ એન્ડ નેચરોપેથીનું પણ ઉદઘાટન કરશે. તે સર્વોચ્ચ સ્તરની યોગ અને નિસર્ગોપચારની સંશોધન સુવિધાથી સજ્જ હશે.

આ સમાચાર પણ વાંચો :  PM Narendra Modi: PM મોદીએ ‘વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ’ કાર્યક્રમને કર્યું સંબોધન, રૂ. 34,400 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદઘાટન

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આશરે રૂ. 2280 કરોડનાં મૂલ્યનાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી)નાં 21 પ્રોજેક્ટનું ઉદઘાટન અને લોકાર્પણ કરશે. દેશને સમર્પિત કરવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં પટણા (બિહાર) અને અલવર (રાજસ્થાન)માં 2 મેડિકલ કોલેજો અને હોસ્પિટલો સામેલ છે. કોરબા (છત્તીસગઢ), ઉદયપુર (રાજસ્થાન), આદિત્યપુર (ઝારખંડ), ફૂલવારી શરીફ (બિહાર), તિરુપ્પુર (તમિલનાડુ), કાકીનાડા (આંધ્રપ્રદેશ) અને છત્તીસગઢના રાયગઢ અને ભિલાઈમાં 8 હોસ્પિટલો; અને રાજસ્થાનના નીમરાણા, આબુ રોડ અને ભીલવાડામાં 3 દવાખાનાઓ હતા. રાજસ્થાનમાં અલવર, બેહરોર અને સીતાપુરા, સેલાકી (ઉત્તરાખંડ), ગોરખપુર (ઉત્તરપ્રદેશ), કેરળમાં કોરાટ્ટી અને નવેકુલમ તથા પાયદિભિમાવરમ (આંધ્રપ્રદેશ)માં 8 સ્થળોએ ઇએસઆઈ ડિસ્પેન્સરીઓનું ઉદઘાટન પણ કરવામાં આવશે.

આ વિસ્તારમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનાં એક પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રી 300 મેગાવોટની ક્ષમતા ધરાવતા ભૂજ-2 સૌર ઊર્જા પ્રોજેક્ટ સહિત પુનઃપ્રાપ્ય ઊર્જાનાં વિવિધ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે; ગ્રિડ કનેક્ટેડ 600 મેગાવોટનો સોલાર પીવી પાવર પ્રોજેક્ટ; ખાવડા સોલાર પાવર પ્રોજેક્ટ; 200 મેગાવોટનો દયાપુર-2 વિન્ડ એનર્જી પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી રૂ. 9,000 કરોડથી વધારેનાં મૂલ્યની નવી મુન્દ્રા-પાણીપત પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. 8.4 એમએમટીપીએની સ્થાપિત ક્ષમતા ધરાવતી 1194 કિલોમીટર લાંબી મુન્દ્રા-પાણીપત પાઇપલાઇનને ગુજરાતના દરિયાકિનારે મુન્દ્રાથી હરિયાણાના પાણીપત ખાતે ઇન્ડિયન ઓઇલની રિફાઇનરી સુધી ક્રૂડ ઓઇલનું પરિવહન કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

આ વિસ્તારમાં માર્ગ અને રેલવેની માળખાગત સુવિધાને સુદૃઢ કરીને પ્રધાનમંત્રી સુરેન્દ્રનગર-રાજકોટ રેલવે લાઇનનાં ડબલિંગનું લોકાર્પણ કરશે. જૂના એનએચ-8ઇના ભાવનગર-તળાજા (પેકેજ-1)નું ફોર લેનિંગ; એનએચ-751નું પીપળી-ભાવનગર (પેકેજ-1) તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ – 27નાં સામખિયાળીથી સાંતલપુર સેક્શનનાં પાકા ખભા સાથે છ લેનનાં પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More