હવે આ રાજ્યને મળી તેની પ્રથમ વંદે ભારત ટ્રેન, પીએમ મોદીએ દેખાડી લીલી ઝંડી.. જુઓ વિડીયો..

આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા દિલ્હી-દહેરાદૂન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ પડકારો છતાં ભારતે જે રીતે તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે, વિશ્વ તેના પર ગર્વ કરે છે.

PM Modi virtually flags off Uttarakhand`s first Vande Bharat Train

હવે આ રાજ્યને મળી તેની પ્રથમ વંદે ભારત ટ્રેન, પીએમ મોદીએ દેખાડી લીલી ઝંડી.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

ભારતના તમામ રાજ્યોમાં એક પછી એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો બનાવવામાં આવી રહી છે. આજે ઉત્તરાખંડમાં પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી અને દેહરાદૂનથી દિલ્હી જવા રવાના થઈ. 

Join Our WhatsApp Community

જુઓ વિડીયો 

આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ, દહેરાદૂનથી સવારે સાત વાગે નીકળીને સાડા બાર વાગ્યે દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પહોંચશે. વંદે ભારત ટ્રેન 28મી મેથી યોગ્ય રીતે કાર્યરત થશે. હાલમાં જ દહેરાદૂન-દિલ્હી વચ્ચે આ ટ્રેનનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સ્વદેશી રીતે બનાવવામાં આવી છે અને તે ‘કવચ’ ટેક્નોલોજી સહિત અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે.

આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા દિલ્હી-દહેરાદૂન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ પડકારો છતાં ભારતે જે રીતે તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે, વિશ્વ તેના પર ગર્વ કરે છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં નવા ઈલેક્ટ્રીફાઈડ રેલ્વે વિભાગો પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ અવસરે તેમણે કહ્યું કે, “દુનિયાભરના પ્રવાસીઓ દેશને સમજવા માટે ભારત આવવા માંગે છે. ઉત્તરાખંડ માટે આ મોટી તક છે.

આ સમાચાર પણ વાંચો : Dell ભારતમાં પાવરફુલ પ્રોસેસર, UHD+ 4K ડિસ્પ્લે અને પાવરફુલ ફીચર્સ સાથે 3 લેપટોપ લોન્ચ કર્યા.

સમારોહને સંબોધતા મોદીએ કહ્યું હતું કે તેઓ ત્રણ દેશોના પ્રવાસમાંથી હમણાં જ પાછા ફર્યા છે અને કહી શકે છે કે આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે. મોદીએ કહ્યું, “વિવિધ પડકારો છતાં ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે તેની વિશ્વ પ્રશંસા કરે છે.” મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી હાજર હતા.

અગાઉની સરકારોએ ઊંચા દાવા કર્યા – મોદી

પીએમ મોદીએ કહ્યું કે, અગાઉની સરકારોએ પણ ભારતમાં હાઈ-સ્પીડ ટ્રેનોને લઈને મોટા-મોટા દાવા કર્યા હતા, પરંતુ ઘણા વર્ષો વીતી ગયા, હાઈ-સ્પીડ ટ્રેનોની વાત તો છોડો, રેલ નેટવર્કમાંથી માનવરહિત ફાટક પણ હટાવી શક્યા નથી. વિદ્યુતીકરણની સ્થિતિ વધુ ખરાબ હતી. તેમણે કહ્યું કે જે પક્ષો લાંબા સમય સુધી સત્તામાં હતા તેઓ ક્યારેય દેશની આ જરૂરિયાતને સમજી શક્યા નથી. તે પાર્ટીઓનું ધ્યાન કૌભાંડો પર હતું, ભ્રષ્ટાચાર પર હતું, તેઓ પરિવારવાદમાં જ સીમિત હતા.

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version