News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) ફરીથી ૬ નવેમ્બરે ગુજરાતના (Gujarat) પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં (Valsad and Surendranagar) જનસભાને (Public meeting) સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં(Bhavnagar) સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે મોરબીની દુર્ઘટના બાદ પીએમ મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. પીએમ મોદીની મોરબી મુલાકાત(Morbi visit) અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ(Gujarat BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(State President C.R. Patil) જણાવ્યું હતું કે વડાપ્રધાને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ સિવાય આ માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના પણ આપી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની આ પ્રખ્યાત સરકારી હોસ્પિટલમાંથી મળી આવી બ્રિટિશ યુગની સુરંગ – 130 વર્ષ જૂનો છે ઈતિહાસ- જુઓ વિડીયો
ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ તંત્રએ કરેલી રેસ્ક્યુ કામગીરીથી પીએમ મોદીને સંતોષ હોવાનું પણ પાટીલે કહ્યું હતું. આ પહેલા મંગળવારે મોરબી પહોંચેલા વડાપ્રધાને પુલ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ મોરબી જિલ્લાની સ્થાનિક હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઘાયલોની ખબર લીધી હતી. તેમણે બચાવ અને રાહત કાર્યમાં જાેડાયેલા લોકો સાથે પણ વાતચીત કરી અને તેમની ધીરજની પ્રશંસા કરી હતી.