Site icon

પનવેલવાસીઓને મળી 15 ઓગસ્ટની ભેટ, સાતેય દિવસો દુકાનો ખોલી શકાશે…વાંચો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 ઓગસ્ટ 2020 

કોરોના ના લોકડાઉનથી તમામ લોકો પરેશાન છે. અને દુકાનો ખોલવા દેવાની સતત માંગ કરી રહયાં છે. જનતાની માંગને લઇને વિવિધ મહાનગરપાલિકાઓ હવે ધીમે ધીમે દુકાનો ખોલવાની છૂટછાટ આપી રહી છે. થોડા દિવસો અગાઉ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને અનલોકની પ્રક્રિયા અંતર્ગત સપ્તાહના સાતેય દિવસ દુકાન ખોલવાની મંજૂરી આપી હતી. આજથી પનવેલ વાસીઓને પણ 15 ઓગસ્ટ ની ભેટ મળી છે. પનવેલમાં હવે સાતેય દિવસ દુકાનો ખુલ્લી રહેશે.

દરમ્યાન પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્થાત પીએમસીની ના અધિકારીએ કહ્યું છે કે "તેમના અંતર્ગત આવતાં કામોથે, ખારઘર, કલંબોલી અને પનવેલ સિટી ના તમામ ક્ષેત્રોમાં હાલ કોરોનાના દર્દી ની સંખ્યા નિયંત્રણમાં છે અને નાગરિકોની સતત અપીલને ધ્યાનમાં રાખી અમે બધી દુકાનો ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. જે મુજબ સવારે નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી સાતે દિવસ દુકાનો ખુલ્લી રાખી શકાશે."

બીજી બાજુ કલ્યાણ- ડોમ્બિવલીના નાના વેપારીઓએ પણ દુકાન ખોલવા દેવાની માંગ મનપા કમિશનર સમક્ષ કરી હતી. જેમાં પોઝિટિવ નિર્ણય લેવાશે એવી ખાતરી  વેપારીઓને મળી છે… આ દરમિયાન કેડીએમસી ના કમિશનરે પણ કહ્યું કે તેઓ વેપારીઓ સાથે મિટીંગ કરી રહ્યા છે અને આગામી બે-ત્રણ દિવસમાં આનો નિર્ણય લઇ લેશે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Gujarat rural development fund: ગુજરાતના ગામડાનો વિકાસ હવે વધુ વેગવંતો બનશે
Gujarat agriculture relief package: ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા ઐતિહાસિક રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી લંબાવાઈ*
Kanpur bus fire: કાનપુર નેશનલ હાઈવે પર સ્લીપર બસ ભડકે બળી, સમયસર બહાર નીકળતા મુસાફરોના જીવ બચ્યા.
Delhi Blast Case: NIA નો ધડાકો: આતંકી શાહીનની ધરપકડ બાદ તેના રૂમમાંથી મળ્યો ‘બ્લાસ્ટનો પ્લાન’,જાણો કયા કોડવર્ડનો ઉપયોગ કરાયો હતો?
Exit mobile version