Site icon

મહારાષ્ટ્રમાં માગણી ઉઠી- વિધાનસભામાં મોહમ્મદ પયગંબર બિલ લાવો- રસ્તા પર નીકળશે મોર્ચો-ગૃહમંત્રીએ ભાજપ નેતાની ધરપકડની ખાતી આપતા મામલો ઠંડો પડ્યો

News Continuous Bureau | Mumbai 

મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવા બદલ ભાજપના પ્રવક્તા(BJP spokesperson) નુપુર શર્મા(Nupur Sharma) અને નવીન જિંદાલની(Naveen Jindal) ધરપકડ કરવાની અને રાજ્ય સરકાર(State Govt) દ્વારા મોહમ્મદ પયગંબર બિલ પાસ કરાવવાની માગણી સાથે વંચિત બહુજન આઘાડીએ(Bahujan Aghadi) આજે શાંતિ કૂચનું(Peace march) આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રના ગૃહમંત્રી(Maharashtra Home Minister) દિલીપ વળસે પાટીલે(Dilip Walse Patil) આ બંને માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપતાં મદનપુરાથી(Madanpura) આઝાદ મેદાન (Azad Maidan) સુધીની શાંતિ માર્ચ આજ સુધી મોકૂફ રાખવામાં આવી હોવાનું પ્રકાશ આંબેડકરે કહ્યું હતું.

Join Our WhatsApp Community

કેટલાક અસામાજિક આ મોર્ચોનો ગેરફાયદો લઈ શકે છે. તેથી આ પદયાત્રા ન કાઢવામાં આવે તેવી માંગણી પોલીસ કમિશનર સંજય પાંડે(Police Commissioner Sanjay Pandey) અને ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ દ્વારા પ્રકાશ આંબેડકરને(Prakash Ambedkar) કરવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો : અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ  નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ

ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ કમિશનર સંજય પાંડેએ જણાવ્યું હતું કે, "અમે નુપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડ કરવા માટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીશું." 

આ બેઠકમાં મોહમ્મદ પયગંબર બિલ પસાર કરવા માટે તમામ સંમતિ મેળવવા માટે પહેલ કરીશું, તેના માટે અમે તમામ સંબંધિત પક્ષકારોની બેઠક બોલાવીશું અને ચર્ચા કરીશું અને આ કાયદો પસાર કરીશું, એવી ખાતરી ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે આપી હતી. તેથી પ્રકાશ આંબેડકરના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે આજની શાંતિ કૂચ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

 

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version