News Continuous Bureau | Mumbai
દેશમાં નૈઋત્યના ચોમાસાનું(monsoon) આગમન કેરળમાં(Kerala) થઈ ચૂક્યું છે. ચોમાસુ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં(Maharashtra) ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી ત્યારે મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રિ-મોન્સુન શાવર(Pre-monsoon shower) થઈ રહ્યો છે. એટલે કે ચોમાસા પહેલાના વરસાદ ઝાપટાં પડી રહ્યા છે.
આજે વહેલી સવારના મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદના ઝાપટા પડયા હતા. તો સવારથી જ વાદળિયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે(Meteorological Department) આજે કોંકણ(Kokan) અને મધ્ય મહારાષ્ટ્રના(Central Maharashtra) કેટલાક ભાગોમાં ભારે વરસાદની(Heavy rain) આગાહી કરી છે.
આ સમાચાર પણ વાંચો : સીએમ યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય -રામ અને કૃષ્ણના ધામમાં હવે આ વસ્તુનું વેચાણ નહીં થાય- જાણો વિગતે
ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ(Former Deputy Director General) કૃષ્ણાનંદ હોસાલીક્કરે(Krishnanand Hosalikar) તેના વિશે ટ્વિટ કર્યું. તેમના કહેવા મુજબ કોંકણના કેટલાક જિલ્લાઓ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે.
આજે મુંબઈ, પુણે(pune), સાંગલી(sangli), સતારા(Satara), મરાઠવાડા(Marathwada) અને વિદર્ભના ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હિંગોલી જિલ્લામાં(Hingoli district) પણ વરસાદ પડ્યો હતો.
આગામી ચાર દિવસમાં દક્ષિણ કોંકણ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને રાજ્યના મરાઠવાડાના આજુબાજુના ભાગોમાં વાવાઝોડા(Hurricanes) સાથે વરસાદની સંભાવના છે, હોસાલીક્કરે ટ્વિટ કર્યું હતું, તે મુજબ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન વરસાદની સંભાવના છે.