News Continuous Bureau | Mumbai
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 9 માં સમાવિષ્ટ નાનો માછીવાડ સમસ્યાની ભરમાળથી ભરેલો છે. પ્રાથમિક સુવિધા રૂપ રસ્તાની બાબત કે પછી પીવાના પાણીની સમસ્યાને લઈ ત્યાંના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વોર્ડ નંબર 9 ના સ્થાનિક રહીશો પૈકી વિનોદ પટેલની આગેવાનીમાં નાના માછીવાડ વોર્ડ નંબર 9 ની મહિલાઓ દ્વારા પીવાના ફિલ્ટર પાણીની સમસ્યાને લઈ ગામના પ્રથમ નાગરિક એવા કલ્પનાબેન પટેલને ગત રોજ લેખિતમાં રજૂઆત કરવામાં હતી. જેમાં સ્થાનિક રહીશોને છેલ્લા ઘણા દિવસોથી પીવાના ફિલ્ટર પાણીની સમસ્યા સતાવી રહી છે.
લેખિતમાં કરેલી માંગણી મુજબ સ્થાનિક રહીશોના પીવાની પાણીની લાઈનના અગાઉના જૂના કનેક્શનમાં ફેરફાર થતા તેમણે ફરી તેમના વિસ્તારના જૂના કનેકશનમાં જોડાણ કરી આપવાની માંગણી પણ કરી હતી. જયારે અન્ય સમસ્યા રૂપ રસ્તામાં ગંદકી યુક્ત કચરાની સફાઇ સમયાંતરે કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો:અક્ષય તૃતીયા પર સોનાની સાથે 2 વસ્તુઓ અવશ્ય ખરીદો..પ્રાપ્ત થાય છે સૌભાગ્ય