Karnataka: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં ઉત્તર કન્નડમાં થયેલા બસ અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકનાં પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી.
X પર પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું: “કર્ણાટકનાં ઉત્તર કન્નડ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખની સહાયની જાહેરાત દરેક મૃતકનાં પરિવારજનોને કરવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”
Deeply saddened by the loss of lives in the accident in the Uttara Kannada district of Karnataka. Condolences to those who lost their loved ones. May the injured recover soon. The local administration is assisting those affected.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…
— PMO India (@PMOIndia) January 22, 2025
આ સમાચાર પણ વાંચો : Pension Court: ટપાલ વિભાગના નિવૃત કર્મચારીઓ માટે આ તારીખે પેન્શન અદાલતનું આયોજન
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.