News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ગુજરાતનાં ( Gujarat ) કેવડિયામાં ( Kevadia ) રૂ. 160 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન ( Inauguration ) અને શિલાન્યાસ કર્યો હતો.
જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેનનો ( heritage train ) સમાવેશ થાય છે. જીવંત નર્મદા આરતી માટેનો પ્રોજેક્ટ; કમલમ પાર્ક; સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એક વોક-વે; 30 નવી ઇ-બસ, 210 ઇ-સાઇકલ અને મલ્ટીપલ ગોલ્ફ કાર્ટ; એકતા નગર ખાતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ‘સહકાર ભવન’. વધુમાં પ્રધાનમંત્રીએ કેવડીયા ખાતે ટ્રોમા સેન્ટર અને સોલાર પેનલ સાથેની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ‘ગાઝા બાળકોનું કબ્રસ્તાન બની ગયું છે’, ઈઝરાયલ-હમાસ જંગને લઇ UNICEF ચિંતિત, રિપોર્ટનો આંકડો ચોંકાવનારો.. જાણો સંપુર્ણ અહેવાલ વિગતે..વાંચો અહીં..
દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.