Sela Tunnel: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13,000 ફૂટની ઉંચાઈ પર બનેલી સૌથી લાંબી ટુ-લેન ટનલનું કર્યું ઉદ્ઘાટન, સશસ્ત્ર દળોની સજ્જતાને મળશે વેગ..

Sela Tunnel: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ઇટાનગરથી સેલા ટનલ રાષ્ટ્રને વર્ચ્યુઅલ રીતે સમર્પિત કરી

Prime Minister Shri Narendra Modi virtually dedicated the Itanagar to Sela Tunnel in Arunachal Pradesh to the nation

Prime Minister Shri Narendra Modi virtually dedicated the Itanagar to Sela Tunnel in Arunachal Pradesh to the nation

  News Continuous Bureau | Mumbai 

Sela Tunnel: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 09 માર્ચ, 2024ના રોજ અરુણાચલ પ્રદેશના ( Arunachal Pradesh ) ઇટાનગરમાં વિકસિત ભારત વિકઉત્તર પૂર્વ કાર્યક્રમ દરમિયાન સેલા ટનલ પ્રોજેક્ટ રાષ્ટ્રને વર્ચ્યુઅલ રીતે સમર્પિત કર્યો હતો. આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ( BRO ) દ્વારા કરવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાના તવાંગથી આસામના તેજપુરને જોડતા રસ્તા પર 13,000 ફૂટની ઉંચાઈએ કરાયું છે. કુલ રૂ. 825 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી આ ટનલ બલીપારા – ચારિદુર – તવાંગ રોડ પરના સેલા પાસ પર તવાંગને સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરશે, જે સશસ્ત્ર દળોની સજ્જતાને વેગ આપશે અને સરહદી વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં વધારો કરશે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) પોતાના સંબોધનમાં ક્ષેત્રના વિકાસ માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સેલા ટનલ તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને તવાંગના લોકો માટે મુસાફરીની સરળતામાં સુધારો કરશે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રદેશમાં ઘણી ટનલ પર કામ ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ સરહદી ગામોના વિકાસની અગાઉની ઉપેક્ષાની ટીકા કરી હતી. તેમણે તેમની શૈલીમાં પુનરોચ્ચાર કર્યો કે રાષ્ટ્રની જરૂરિયાતો અનુસાર કામ કરવામાં આવશે ચૂંટણીલક્ષી વિચારણાઓ માટે નહીં. તેમણે સંરક્ષણ કર્મચારીઓને વચન આપ્યું હતું કે તેઓ તેમની આગામી ટર્મમાં આ એન્જિનિયરિંગ અજાયબીમાં તેમને મળવા આવશે.

આ સમાચાર પણ વાંચો :  Assam : PM મોદીએ આસામના જોરહાટમાં અધધ આટલા કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનું કર્યું ઉદ્ઘાટન …

અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન શ્રી પેમા ખાંડુ અને અર્થ સાયન્સ મંત્રી શ્રી કિરેન રિજિજુ સહિતના મહાનુભવો ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થયા હતા.

સેલા ટનલનું નિર્માણ નવી ઑસ્ટ્રિયન ટનલિંગ ( Austrian Tunneling ) પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે અને તેમાં ઉચ્ચતમ ધોરણોની સુરક્ષા સુવિધાઓ સામેલ છે. આ પ્રોજેક્ટ આ પ્રદેશમાં માત્ર ઝડપી અને વધુ કાર્યક્ષમ પરિવહન માર્ગ પ્રદાન કરશે નહીં પરંતુ દેશ માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે.

ટનલનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા 09 ફેબ્રુઆરી, 2019ના રોજ કરવામાં આવ્યો હતો, અને 01 એપ્રિલ, 2019ના રોજ બાંધકામ શરૂ થયું હતું. મુશ્કેલ ભૂ-પ્રદેશ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓના પડકારોને પાર કરીને ટનલ માત્ર પાંચ વર્ષમાં પૂર્ણ થઈ છે. સરહદી વિસ્તારોના વિકાસમાં બીઆરઓ હંમેશા અગ્રેસર રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં, BROએ 8,737 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા રેકોર્ડ 330 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version