અનલોકની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા પૂણેમાં વીકેન્ડ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બિન જરુરી સામાન વાળા સ્ટોલ અને દુકાનો, મોલ, સલૂન, બ્યૂટી પાર્લર, સ્પા, બાર અને ફ્રૂડ કોર્ટ્સ વીકેન્ડને બંધ રહેશે.
સરકારી અને ખાનગી કાર્યાલય 50 ટકા સ્ટાફ ક્ષમતાની સાથે સંચાલિત થઈ શકશે. લાઈબ્રેરી, કોચિંગ ક્લાસિસ અને ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પણ 50 ટકા ક્ષમતાની સાથે ચાલી શકશે.
પીએમસીએ રાતે 10 વાગ્યા બાદ કોઈ યોગ્ય કારણ વગર બહાર ફરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ પ્રતિબંધ પીએમસી, પૂણે કેન્ટોનમેન્ટ બોર્ડ, કિર્કી કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં જારી રહેશે.
ઉલ્લેખનીય છે કે પૂણે મ્યૂનિસિપલ કોર્પોરેશનને કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું ભર્યુ છે.
કાળમુખો કોરોના ભારતના આ સુપરસ્ટાર ને ગળી ગયો. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી આથમી ગયો