Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ

12,000 ખાસ ટ્રેનો છઠ્ઠ અને દિવાળી દરમિયાન દોડશે; પાછલા વર્ષ કરતા 7500 થી વધુ

by Dr. Mayur Parikh
Punjab Railway Development પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ પંજાબ માટે એક વધુ મોટું રેલવે માઈલસ્ટોન હાંસલ થયું છે. લાંબા સમયથી અપેક્ષિત પંજાબની રાજપુરા-મોહાલી નવી રેલ લાઇનને મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રિય રેલવે પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી શ્રી રવિનીત સિંહ બિટ્ટૂએ આજે આ જાહેરાત કરી હતી. આ નિર્ણય પંજાબના લોકોએ છેલ્લા 50 વર્ષથી કરી રહેલી માંગને પૂર્ણ કરે છે.

18 કિમી લાંબી આ રેલ લાઇન માટે રૂ. 443 કરોડનો ખર્ચ થશે અને તે માલવા વિસ્તારમાંથી સીધો રાજ્યની રાજધાની ચંદીગઢ સાથે સંપર્ક સ્થાપિત કરશે.

નવી લાઇનના મુખ્ય લાભો:

સીધી કનેક્ટિવિટી: અગાઉ, લુધિયાણાથી આવતી ટ્રેનોને ચંદીગઢ પહોંચવા માટે અંબાલા મારફતે જવું પડતું હતું, જેના કારણે વધારાનું અંતર અને સમય લાગતો હતો. હવે રાજપુરા અને મોહાલી વચ્ચે સીધું જોડાણ મળશે, જેથી મુસાફરીનું અંતર આશરે 66 કિમી ઓછું થશે.

માલવા પ્રદેશના તમામ 13 જિલ્લાઓ હવે ચંદીગઢ સાથે સારી રીતે જોડાશે. તે હાલના રાજપુરા-અંબાલા રૂટ પરના ટ્રાફિકને હળવો કરશે અને અંબાલા-મોરિંડા લિંકને ટૂંકી કરશે.

ઉપલબ્ધ તમામ વિકલ્પોમાંથી આ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે કારણ કે તેમાં સૌથી ઓછું કૃષિ જમીન અધિગ્રહણ જરૂરી છે, જેનાથી ખેતીની પ્રવૃત્તિઓ પર ન્યૂનતમ અસર થશે.

આર્થિક અસર:
આ પ્રોજેક્ટ ટેક્સટાઈલ્સ, મેન્યુફેક્ચરિંગ અને કૃષિ સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. તે પંજાબના કૃષિ આધારભૂત વિસ્તારોને મુખ્ય વ્યાપારી કેન્દ્રો અને બંદરો સાથે જોડતો વ્યાપક નેટવર્ક ઉભું કરશે, જેના કારણે સુવિધા મળશે:

  •  કૃષિ ઉત્પાદનોની ઝડપી હેરફેર
  • ઉદ્યોગો માટે પરિવહન ખર્ચમાં ઘટાડો (જેમ કે રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટ)
  • ધાર્મિક સ્થળોની મુલાકાતે જતા યાત્રાળુઓ માટે વધુ સારી કનેક્ટિવિટી અને પર્યટન માટે વધારાની સંભાવનાઓ
  • ગુરુદ્વારા ફતેહગઢ સાહિબ, શેખ અહમદ અલ-ફારૂકી અલ-સિરહંદીનો દરગાહ, હવેલી તોડર મલ, સાંઘોળ મ્યુઝિયમ વગેરે સાથેની કનેક્ટિવિટી
    નવી વંદે ભારત એક્સપ્રેસ સર્વિસ :
    એક નવી વંદે ભારત એક્સપ્રેસને કનેક્ટ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે:
  •  માર્ગ: ફિરોઝપુર કૅન્ટ. → ભટિંડા → પટિયાલા → દિલ્હી
  • સર્વિસ : અઠવાડિયામાં 6 દિવસ (બુધવાર સિવાય)
  • મુસાફરીનો સમય: 6 કલાક 40 મિનિટ (486 કિમીનું અંતર)
  • ફ્રીક્વન્સી : દૈનિક સેવા, જે સરહદી જિલ્લાને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડશે

આ સમાચાર પણ વાંચો : Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી

પંજાબમાં રેલવેનું રેકોર્ડ રોકાણ:

  • 2009-14 નો સરેરાશ: દર વર્ષે રૂ. 225 કરોડ
  • 2025-26: દર વર્ષે રૂ.5,421 કરોડ
  • વધારો: અગાઉની સરકારની તુલનામાં 24 ગણો વધારે

2014 પછીના મુખ્ય સફળતા:

  • નવી ટ્રેક્સ: 382 કિમીનું નિર્માણ
  • વિજળીકરણ: 1,634 કિમી – પંજાબ હવે 100% વિજળીકૃત
  • રેલ ફ્લાયઓવર્સ અને અન્ડર-બ્રિજ: 409 નું નિર્માણ

હાલના પ્રોજેક્ટ્સ:

  • પંજાબમાં રૂ. 25,000 કરોડના રેલ્વે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે
  • 9 નવા ટ્રેક પ્રોજેક્ટ્સ: 714 કિમી કવર કરતા ,રૂ. 21,926 કરોડનું મૂલ્ય
  • 30 અમૃત સ્ટેશનોનો વિકાસ: રૂ. 1,122 કરોડ
  • 88 આર.ઓ.બી/આર.યુ.બી. (ફ્લાયઓવર્સ/અન્ડરપાસ): રૂ. 1,238 કરોડ

મહત્વપૂર્ણ પ્રોજેક્ટ 2014 થી સંપૂર્ણપણે કાર્યરત છે
ક્રમાંક પ્રોજેક્ટ

  1. નાગલ ડેમ – દૌલતપુર ચોક નવી લાઇન (61 કિમી, 672 કરોડ)
  2. ચક્કી બેંક – ભરોલી ડબલિંગ (3 કિમી, 15 કરોડ)
  3. જાખલ – મન્સા ડબલિંગ (45 કિમી, 163 કરોડ)
  4. જલંધર – સુચીપિંડ ડબલિંગ (4 કિમી, 24 કરોડ)
  5. અંબાલા – ચંડીગઢ ડબલિંગ (45 કિમી, 338 કરોડ)
  6. મન્સા – ભઠિંડા ડબલિંગ (49 કિમી, 216 કરોડ)
  7. અમૃતસર – છેહર્તા ડબલિંગ (7 કિમી, 31 કરોડ)
  8. જલંધર – જમ્મુ તાવી ડબલિંગ (211 કિમી, 850 કરોડ)
  9. રાજપુર – ભઠિંડા ડબલિંગ (173 કિમી, 2,459 કરોડ)

હાલ કાર્યરત મુખ્ય પ્રોજેક્ટ્સ
પ્રોજેક્ટ

  1. નાંગલ ડેમ – તલવારા નવી લાઇન(123 કિમી, 2,018 કરોડ)
  2. ભાનુપલ્લી – બિલાસપુર – બેરી નવી લાઇન (63 કિમી, 6,753 કરોડ)
  3. ફિરોઝપુર – પટ્ટી નવી લાઇન (26 કિમી, 300 કરોડ)
  4. મન્સા – ભટિંડા ડબલિંગ (80 કિમી, 449 કરોડ)
  5. લુધિયાણા – કિલા રાયપુર ડબલિંગ (17 કિમી, 238 કરોડ)
  6. લુધિયાણા – મુલ્લાંન પુર ડબલિંગ (21 કિમી, 295 કરોડ)
  7. અલાલ – હિમ્મતાના ડબલિંગ (13 કિમી, 174 કરોડ)

ફિરોઝપુર-પટ્ટી રેલ લાઇન સરહદી જિલ્લાઓ અને ગુજરાતના બંદરો વચ્ચે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સેવા પંજાબના સરહદી જિલ્લાઓ (અમૃતસર, તરન તારન, ફિરોઝપુર)ને એક આર્થિક કૉરીડોર સાથે જોડશે.

આ જિલ્લાઓ મુખ્ય શહેરો અને અંતે ગુજરાતના બંદરો સાથે જોડાશે, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.

ફેસ્ટિવલ સિઝન : રેકોર્ડ ટ્રેન સેવાઓ
આવતા છઠ્ઠ અને દિવાળી સીઝન માટે, ભારતીય રેલવે એ રેકોર્ડ વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે:
ખાસ ટ્રેન સેવાઓ:

  • ગયા વર્ષે: 7,724 ખાસ ટ્રેન
  • આ વર્ષે લક્ષ્ય: 12,000 ખાસ ટ્રેન
  • પહેલેથી જ સૂચિત છે : 10,000 થી વધુ પ્રવાસ
  • અનરિઝર્વડ ટ્રેન: 150 ટ્રેન ઝડપી કામગીરી માટે તૈયાર
  • અતિરિક્ત : 50 વધુ ટ્રેન ટૂંક સમયમાં નોટિફાઈ કરવામાં આવશે

સાધારણ રીતે સૌથી વધુ મુસાફરો 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે મુસાફરી કરે છે, અને રેલવે આ ભીડ સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
સેવા ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી કે રેલવે કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, દેશમાં 70 રેલવે ડિવિઝનોમાંથી 29 ડિવિઝનમાં 90% થી વધારે સમયપાલન પ્રાપ્ત થયું છે. કેટલીક ડિવિઝનોમાં સમયપાલનનો દર 98% થી વધુ છે. આ શક્ય બન્યું છે રેલવે નેટવર્કમાં સુધારેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યોગ્ય આયોજન અને સરળ કામગીરીના કારણે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More