News Continuous Bureau | Mumbai
પંજાબ સરકારે(Punjab Govt) સરહદ પર શહીદ થયેલા(Martyred) જવાનોના પરિવારજનો(Soldiers Family) માટે મોટો નિર્ણય લીધો છે.
પંજાબ સરકારે નિર્ણય કર્યો છે કે સરહદ પર શહીદ થયેલા જવાનના પરિવારને ૧ કરોડ રૂપિયા આપવામાં આવશે. પંજાબના સીએમ(Punjab CM) ભગવંત માને(Bhagwant Mann) ચંદીગઢમાં(Chandigarh) આ જાણકારી આપી છે. તેમણે કહ્યુંકે આ રકમ સૈનિકોના બલિદાન(Sacrifice of soldiers) સમાન નથી પરંતુ અમે પરિવારને ૧ કરોડની રકમ આપીશુ, જેથી પરિવારને કોઈ આર્થિક સંકટ(economic crisis) ન આવે.
ઉલ્લેખનીય છે કે જ્યારથી ભગવંત માન પંજાબના સીએમ બન્યા છે ત્યારથી તેઓ અવાર નવાર પોતાના નિર્ણયોને કારણે ચર્ચામાં રહે છે. તે પછી ૩૦૦ યુનિટ વીજળી ફ્રી(Electricity free) કરવાનો ર્નિણય હોય કે શહીદના પરિવારને ૧ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય હોય. તે લોકોમાં સ્થાન બનાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મમતા દીદીએ છોડ્યો પાર્થનો સાથ-પાર્થ ચેટરજીની પશ્ચિમ બંગાળ સરકારના આ પદેથી કરાઈ હકાલપટ્ટી-જાણો વિગતે
પંજાબની ભગવંત માન સરકારે તેના પ્રથમ બજેટમાં ૩૦૦ યુનિટ મફત વીજળીનુ વચન પૂરુ કર્યુ હતુ. ૧ જુલાઈથી રાજ્યમાં ૩૦૦ યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવી રહી છે. નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ (Finance Minister Harpal Singh Cheema) રાજ્યનુ બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે પંજાબના દરેક ઘરને હવે ૧ જુલાઈથી દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે. સરકાર આ યોજનાના ખર્ચ માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.