ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
20 જુલાઈ 2020
કોરોના વાયરસના કારણે માર્ચ મહિનાથી શાળા કોલેજો બંધ છે. વાલીઓના મનમા સતત પ્રશ્ન થઈ રહ્યા છે કે, રાજ્યમાં શાળાઓ ક્યારે ખુલશે? કોરોના કાળમાં શાળાઓ દ્વારા ફી વસૂલવામાં આવી રહી છે તે અંગે સરકાર શું કરશે ? આજે તમામ સવાલના જવાબ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યાં હતાં.
પ્રસાર માધ્યમો સાથે ની વાતચીત દરમ્યાન તમામ ખાનગી શાળાઓને ચેતવણીના સુરમાં કહ્યું છે કે "ખાનગી શાળાઓ વર્તમાન શૈક્ષણિક સત્રની ફી માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ ઉપર દબાણ નહીં કરે. જે માતાપિતા ફી ની ચુકવણી કરી શકતા હોય તે સપ્ટેમ્બર 2020 સુધીની ટ્યુશન ફી ચૂકવી શકે છે" મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે "જો કોઈ ખાનગી શાળા સામે ફરિયાદ મળશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે "ગુજરાત શિક્ષણ વિભાગને પ્રાપ્ત ફરિયાદોને આધારે કેટલીક શાળાઓને કાયદેસરની નોટિસ મોકલી દીધી છે. તદુપરાંત, અન્ય ખર્ચા ઓ જેમકે, વર્ગોમાં પરિવહન ખર્ચ, ગણવેશ, પુસ્તકો જેવા ખર્ચ માટે પણ શાળાઓ માતાપિતા પર દબાણ નહીં કરી શકે."
શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાં એ કહ્યું કે, "મે શિક્ષણવિદો અને ડોક્ટરો સાથે ખાસ ચર્ચા કરી છે. જેમાં શાળા ખોલવાની ઉતાવળ ન કરવી અને સંપૂર્ણપણે જનજીવન રાબેતા મુજબ ચાલુ થયા પછી જ, બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શાળા ખોલવા બાબતે કોઈ નિર્ણય લેવાશે. વધુમાં કહ્યું કે "અભ્યાસક્રમ બાબતે પણ રાજય સરકારે કમિટીની રચના કરી છે જેમાં, 20 કે 30 ટકા જ અભ્યાસ ક્રમ રાખવાનો આગ્રહ કરીશું."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com