News Continuous Bureau | Mumbai
Raebareli : રાયબરેલી જિલ્લો વાસ્તવમાં VIP જિલ્લો ( VIP District ) કહેવાય છે. પરંતુ લોકોને VIP જેવી સુવિધાઓ મળી રહી નથી. લોકોને ચાલવા માટે સલામત રસ્તા ( Safe Roads ) નથી. આજે, દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ, અહીં વિદ્યાર્થીઓ ( Students ) અભ્યાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે, અને તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકવા માટે મજબૂર થયા છે.
જુઓ વિડીયો
#रायबरेली – रेलवे ट्रैक से गुजरते हुए छात्रों का वीडियो हुआ वायरल ट्रेन की पटरिया से गुजर रहे मासूम स्कूली छात्र लालगंज कोतवाली क्षेत्र के रेलवे स्टेशन के पास का है वीडियो।@Uppolice@dgpup @dmraebareli @raebarelipolice @adgzonelucknow @CMOfficeUP @Igrangelucknow pic.twitter.com/1lrVYOb94r
— R.P.S.P. Distt general secretary Raebareli (@DeepakK08013673) November 23, 2023
જીવને જોખમમાં મુક્તા વિધાર્થીઓ
તમને લગભગ દરરોજ રેલ્વે ટ્રેક ( Railway tracks ) પર ચાલતા બાળકોની તસવીરો જોવા મળશે. આ બાળકો સાથે ક્યારે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. હકીકતમાં એવી તસવીરો સામે આવી છે જે તેનું સત્ય ઉજાગર કરે છે. આ દ્રશ્યો જોયા પછી તમે વિચલિત થઈ શકો છો. લાલગંજ શહેરના રાયબરેલી રોડ પર રેલવે ક્રોસિંગ ( Railway crossing ) પાસે રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલા સ્કૂલના બાળકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral video ) થઈ રહ્યો છે. વીડિયોમાં તે જ સમયે ટ્રેન પણ પાટા પરથી પસાર થતી જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચોઃ Chahat pandey Viral Video: ઓ લડકા આંખ મારે… મધ્યપ્રદેશની આ AAP MLA મહિલા ઉમેદવારે લગાવ્યા ઠુમકા, વિડીયો થયો વાયરલ, જુઓ વિડીયો.
કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો લાલગંજ કોતવાલી રેલવે સ્ટેશનનો છે. જોકે આ વીડિયોની સત્તાવાર પૃષ્ટિ થઈ શકી નથી..