News Continuous Bureau | Mumbai
હરિયાણામાં ભાજપના(BJP) આઈટી ટીમના(IT Team) ઈન્ચાર્જ અરુણ યાદવે(Arun yadav) ટ્વીટ કરીને એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી(Rahul gandhi) સાથે હાજર મહિલા નેપાળમાં(Nepal) ચીનના રાજદૂત(Ambassador of China) હોઉ યાનકી છે. વિશ્વ હિન્દુ પરિષદના(Vishwa Hindu Parishad) નેતા વિજય શંકર તિવારીએ(Vijay Shankar Tiwari) પણ ટિ્વટર પર મહિલાને હોઉ યાનકી ગણાવતા લખ્યું કે રાહુલ ગાંધીનું ચીની રાજદૂત સાથે આ પ્રકારે વાતચીત કરવું એ સામાન્ય મામલો નથી. વિજય શંકરે કહ્યું કે દેશના દુશ્મનો સાથે છુપાઈ ને મળવું દેશને સ્વીકાર્ય નથી. કોંગ્રેસના(Congress) નેતા રણદીપ સૂરજેવાલાએ(Randeep surjewala) આ સમગ્ર મામલે નિવેદન પણ આપ્યું. પાર્ટી પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી મિત્ર દેશ નેપાળમાં એક અંગત લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા છે. સુરજેવાલાએ કટાક્ષ ભર્યા અંદાજમાં કહ્યું કે રાહુલ પીએમ મોદીની(PM Modi) જેમ આમંત્રણ વગર પાકિસ્તાનના પીએમના(Pakistan PM) ત્યાં કેક કાપવા ગયા નથી. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ખાનગી સમારોહમાં જવું અત્યાર સુધી તો ગુનો જાહેર થયો નથી. બીજી બાજુ નેપાળી મીડિયા મુજબ આ લગ્ન સુમનિમા દાસ ના હતા. સુમનિમા સીએનએનના રિપોર્ટર(CNN reporter) છે. તે મ્યાનમારમાં નેપાળના રાજદૂત રહેલા ભીમ ઉદાસ ના પુત્રી છે. આ લગ્ન ૩ મેના રોજ થયા અને રિસેપ્શન ૫ મેના રોજ છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધી કાઠમંડુના 'લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ' પબમાં ગયા હતા. એવું કહેવાય છે કે તેઓ ચાર-પાંચ લોકો સાથે પબમાં ગયા હતા અને લગભગ દોઢ કલાક સુધી ત્યાં રહ્યા. આ રાહુલ ગાંધીનો અંગત પ્રવાસ હતો. આ દરમિયાન તેઓ કોઈ અધિકૃત કામ માટે કે કોઈ બેઠક માટે ગયા નહતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ પબમાં રાહુલ ગાંધી સાથે હાજર મહિલા દુલ્હન સુમનિમા દાસની મિત્ર છે. પબ તરફથી મીડિયાને જાણકારી આપવામાં આવી છે કે તે દિવસે ચીનના કોઈ રાજદૂત ત્યાં હાજર નહતા. આથી મહિલા હોઉ યાનકી હોવાનો સવાલ નથી ઉઠતો. આવામાં સોશિયલ મીડિયા પર થઈ રહેલો દાવો ખોટો છે કે રાહુલ ગાંધી પબમાં ચીનના રાજદૂત સાથે પાર્ટી કરી રહ્યા હતા. રાહુલ ગાંધી હાલ પાડોશી દેશ નેપાળ ના અંગત પ્રવાસે છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો જેણે જાણે રાજકીય ભૂકંપ લાવી દીધો. આ વીડિયોમાં તેઓ નેપાળના એક પબમાં જાેવા મળ્યા. આ વીડિયો વાયરલ થયા બાદ જાે કે કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે રાહુલ ગાંધી નેપાળમાં તેમની એક મિત્રના લગ્નમાં સામેલ થવા માટે ગયા છે. વીડિયોમાં તેમની સાથે જાેવા મળેલી યુવતીએ ભારે કૂતુહલ સર્જ્યુ. યુવતી વિશે ભાજપના અનેક નેતાઓએ દાવો કર્યો કે તે નેપાળમાં ચીનના રાજદૂત હોઉ યાનકી છે.